ડાયમંડ ઉદ્યોગમાં દિવાળી પછી આવી શકે છે તેજી !
અમદાવાદ, શહેરનો ડાયમંડનો બિઝનેસ મંદીમાં સપડાયો છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે હજુ પણ આ ઉદ્યોગ મંદીના મારથી ઊભો થઈ શક્યો નથી. યુદ્ધની અસરના કારણે રશિયાથી હીરાનો ૭૦ ટકા કાચોમાલ આવવાનો બંધ થઈ ગયો હતો. જેથી જ્યાં સુધી સંપૂર્ણ યુદ્ધ વિરામ નહિ થાય ત્યાં સુધી મંદીની અસર વર્તાશે.
જાેકે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગમાં અચ્છે દિન આવે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હીરા ઘસવાનું કામ કરતા સુમિતભાઈ ગળધરીયા હાલ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, હીરા ઉદ્યોગ મંદિરમાં સપડાયો છે સુમિતભાઈનું કહેવું છે કે, મંદીના કારણે પરિવારનું બીજદાન ચલાવવું પણ ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે. આ સાથે જ બાળકોને અભ્યાસ માટેની ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે. એક સમય હતો કે, હીરા ઘસવાના આ કામમાં મહિને ૧૫ થી ૨૦,૦૦૦ જેટલું કામ થતું હતું. પરંતુ હવે એ આવક ૧૦,૦૦૦ થી નીચેની થઈ ગઈ છે.
હવે ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવે તો અમારી દિવાળી સુધરી શકે. વર્ષોથી ગુજરાતમાં સુરતને ભલે ડાયમંડ નગરી કહેવતી હોય પણ અમદાવાદમાં મિલો બંધ થયા પછી શહેરને આર્થિક રીતે સધ્ધર રાખવામાં હીરા ઉદ્યોગનો મહત્વનો ફાળો રહ્યો છે.
સમય જતાં બિઝનેસમાં તેજી મંદી રહેતા અનેક વેપારીઓ અન્ય ધંધામાં ડાયવર્ટ થઈ ગયા. છતાં હજુએ અમદાવાદના ઘણા વેપારીઓ ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા છે. જેઓ હાલ રશિયા અને યુક્રેન ના યુદ્ધના કારણે મંદીનો માર સહન કરી રહ્યા છે. પણ હવે દિવાળી પછી ઉદ્યોગને સારા દિવસો આવે તેવી આશ વેપારીઓ લગાવીને બેઠા છે. વિવેકાનંદ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નરસિંહભાઈ પટેલ જણાવે છે કે અમદાવાદ પૂર્વ વિસ્તાર નાના મોટા ૭૦૦ કારખાના છે અને સવા લાખથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે.
હાલમાં જી રાષ્ટ્રોના ર્નિણયથી ભારતમાં રફ માલની આયાત સરળતાથી થઈ શકશે. તો અમદાવાદ ડાયમંડ એસોસયેશનના પૂર્વ મંત્રી મગનભાઈ પટેલ પણ દિવાળી બાદ હીરા ઉદ્યોગના સારા દિવસો આવે તેવી આશા રાખી રહ્યા છે. સમાન્ય રીતે દિવાળીમાં અમદાવાદમાં હીરા ઉદ્યોગમાં કારીગરોને ૨૦ દિવસનું વેકેશન હોય છે. જાે મંદીના વાદળ હટશે તો વેકેશન ૧૨ દિવસનું થઇ જશે મંદી નહિ હટે તો દોઢ મહિનાનું વેકેશન નક્કી છે.SS1MS