Western Times News

Gujarati News

રાજકોટઃ બાળકીની હત્યામાં પોલીસે બે આરોપીઓને ઝડપ્યા

રાજકોટ, રાજકોટમાં બાળકીની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, શહેરના લક્ષ્મીનગરમાં બાળકીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાળકીની હત્યામાં ત્રણ લોકોની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. જેમાં બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

આરોપીઓ બીજું કોઈ નહીં પરંતુ બાળકીના પિતા સાથે દારુ પાર્ટી કરનાર શખ્સો જ હતા. આરોપીઓ પહેલા બાળકીના પિતા સાથે દારૂની પાર્ટી કરી હતી. બાદમાં આરોપીઓની દાનત બગડી હતી. જેથી બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં બાળકીની હત્યા કરી હતી. એટલું જ નહીં બાળકીનું અપહરણ થયું ત્યારે આરોપીઓ પોલીસની સાથે શોધખોળ કરતા હતા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હતા. જાે કે બાળકીનો મૃતદેહ મળતા આરોપીઓ ફરાર થઇ ગયા હતા. નોંધનીય છે કે ગઈકાલે બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

બાદમાં પોલીસ તપાસમાં બાળકીની લાશ મળી આવી હતી. રાજકોટ પોલીસ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ભક્તિનગર રેલવે સ્ટેનશન પાસે આવેલી અવાવરું જગ્યામાંથી લાશ મળી આવી હતી.

આ ઉપરાંત બાળકી પર દુષ્કર્મ થયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ જંગલ જેવા વિસ્તારમાંથી બાળકીની પથ્થરોના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી છે. સોની પરિવારની બાળકી લક્ષ્મીનગરમાંથી બે દિવસ અગાઉ આઠ વાગ્યે ગુમ થઈ હતી. બાળકીનું મોઢું છુંદેલી હાલતમાં લાશ મળી આવી હતી.

બાળકીનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે બાબતે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. તો બીજી તરફ બાળકની મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. સીસીટીવી પરથી યુવાન પરિચિત હોવાની શક્યતાના આધારે તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચને તે યુવક મૃતકના પિતાનો મિત્ર હોવાની માહિતી મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે યુવાનની તપાસ કરતાં ટ્રેનનમાં બેસી રવાના થઈ ગયાની માહિતી મળી હતી, જેના આધારે તેને વિરમગામથી સકંજામાં લેવાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.