સાળંગપુરથી પધારેલા હનુમાન દાદાના રથનું ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સ્વાગત
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સાળંગપુરથી પધારેલ હનુમાન દાદાના રથનું ભરૂચ જીલ્લામાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ રથ બે દિવસ ભરૂચ શહેરના વિવિધ માર્ગો ઉપર પરિભ્રમણ કરી યોજાનાર મહોત્સવનું આમંત્રણ પાઠવી આગળ વધશે.
સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત ૧૭૫ માં શતામૃત મહોત્સવનું આયોજન થયેલ છે.ત્યારે સાળંગપુરથી શરૂ થયેલ રથ દ્વારા ગુજરાતની જનતાને ૫ધારવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.જે રથ ભરૂચ જીલ્લામાં આવી પહોંચતા શહેરની જનતાએ ફૂલોથી રથનું સ્વાગત કર્યું હતું.આખું શહેર જય શ્રી રામના નારાઓથી ગગન ગુંજી ઉઠ્યું હતું.
ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી ખાતેથી પ્રવેશતા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,રથના ઈન્ચાર્જ નિરલ પટેલ અને મૌલિક મિસ્ત્રી,પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ જાેડાયા હતા અને દાદાની આરતી કરી રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
શતામૃત મહોત્સવ આયોજીત દાદાનો રથ ભરૂચ શહેરમાં બે દિવસ વિવિધ વિસ્તારો અને રાજમાર્ગ પરથી પસાર થતા વિવિધ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ ,શૈક્ષણિક સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ધર્મપ્રેમી જનતા દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગરબે ઘુમ્યા હતા. બે દિવસ શહેરમાં આ રથ ફરી લોકોને શતામૃત મહિત્સવામાં જાેડાવા માટે આમંત્રિત કરી રહ્યા છે.