Western Times News

Gujarati News

ટોલ પ્લાઝાના સુપરવાઈઝરોને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાશે

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા SOP બહાર પાડવામાં આવી

વડોદરા, દેશના ટોલ પ્લાઝાઓ ઉપર આગામી સમયમાં બોડી વોર્ન કેમેરા સાથે ટોલ સુપરવાઈઝરો નજરે પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) બહાર પાડવામાં આવી છે.

ટોલ પ્લાઝાઓ ઉપર હિંસક બનાવો વધી રહ્યા છે. કર્મચારીઓ સાથે ઘણી વખત વાહન ચાલકો ખોટી રીતે ઝઘડા કરી ગેર વર્તણુંક કરતા હોય છે તેમજ ટોલ ચુકવ્ય્‌ વિના જ પોતાના બાહુબળના પગલે જતા રહેતા હોય છે. હવે એનએચએઆઈ દ્વારા ટોલ સુપરવાઈઝરોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે.

આ એસઓપીનો ઉપયોગ ટોલ પ્લાઝાઓ ઉપર હિંસક બનાવ અટકાવવા માટે કરવામાં આવશે, જયારે કલાકો સુધી ટોલ પ્લાઝા ઉપર જામ હોય ત્યારે સ્થાનિકોની ધીરજ રહેતી નથી. જાે કોઈ હિંસક બનાવ બને તો એનએચએઆઈ દ્વારા સ્થાનિક પોલીસને ગુનો નોંધવા પણ જણાવાતું હોય છે.

કોઈ પણ કારણસર વાહનચાલક જાે મોટેથી બરાડા પાડતો અથવા ગેર વર્તણુંક કરતો હોય તો લેન સુપરવાઈઝરેવિવાદને હલ કરવા માટે પગલાં લેવા જાેઈએ. જાે કોઈ ચાલક ટોલ ચુકવવા માટે ઈન્કાર કરે તો પણ સુપરવાઈઝરે તેને ફી ભરવા માટે શાંતિથી જણાવવું જાેઈએ.

આમ છતાં પણ જાે વિવાદ ન ઉકલે અને સ્થાનિક પોલીસને ફરિયાદ નોંધવવા માટે બોલાવવામાં આવે તે સંજાેગોમાં સમગ્ર બનાવ મોબાઈલ વિડીયો કેમેરામાં કેદ થયેલો હોવો જાેઈએ. ટોલ પ્લાઝાના ઓપરેટરને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેેણે ૧ર કલાકમાં જ પ્રોજેકટ ડાયરેકટરને બનાવની જાણ કરવી જાેઈએ.

એસઓપીમાં એમ પણ જણાવાયું છે કે, ટોલ પ્લાઝાના ઓપરેટરે તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું તથા તેમને સારી વર્તણુંક માટેની તાલીમ આપવી. તમામ સ્ટાફે ફરજ દરમિયાન યુનિફોર્મ પહેરેલો હોવો જાેઈએ. આ બાબત તમામ ટોલ ઓપરેટર અને એનએચએઆઈ વચ્ચેના દસ્તાવેજાેનો એક ભાગ આગામી સમયમાં ગણાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.