‘મારી માટી મારો દેશ’ અભિયાન: ૬ દિવસ ભરૂચમાં ફરશે ”અમૃત્ત કળશ યાત્રા”
(પ્રતિનિધિ) ભરૂચ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા આયોજિત ”મારી માટી મારો દેશ” અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ વિધાનસભાના ઉમરાજ ગામેથી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ”અમૃત્ત કળશ યાત્રા” યોજાઈ હતી.
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા આયોજિત ”મારી માટી મારો દેશ” અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ વિધાનસભાના ઉમરાજ ગામેથી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ”અમૃત્ત કળશ યાત્રા” યોજાઈ હતી.
ગ્રામજનો પાસેથી માટીના કળશમાં એક મુઠ્ઠી જેટલી માટી તેમજ ચપટી જેટલા ચોખા એકત્રિત કર્યા હતા.સૌએ હાથમાં માટી લઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.એકત્રિત માટી અને ચોખાને દેશના વિરો અને વિરાંગનાઓ માટે અમૃત્ત વાટિકાના નિર્માણમાં માટે ઉપયોગમાં લેવાશે તેમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે ભરૂચ ભાજપના જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,મહામંત્રી નિરલ પટેલ, જીલ્લા પંચાયત ભરૂચના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.