HKUP અને “ભાભીજી ઘર પર હૈ”માં દાંડિયા રાસ પર અજોડ અને મનોરંજક ટ્વિસ્ટ

એન્ડટીવી પર દૂસરી મામાં યશોદા અને કૃષ્ણા દાદાજીનો જીવ બચાવવા પ્રયાસ કરશે. હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં દાંડિયારાસ પર અજોડ અને મનોરંજક ટ્વિસ્ટ જોવા મળશે.
એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે યશોદા કહે છે, “દાદાજી (સુનિલ દત્ત)ને અરવિંદ (મયંક મિશ્રા) સાથે દલીલબાજી કરતી વખતે હૃદયનો હુમલો ઊપડે છે. માલતી (અનિતા પ્રધાન) દાદાજીને હોસ્પિટલમાં લઈ જવા મદદ કરવા અરવિંદને પૂછે છે, પરંતુ તે નકારી કાઢે છે. ગુસ્સામાં માલતી પાડોશીઓની મદદ લે છે અને તેઓ દાદાજીને હોસ્પિટલમાં લઈ જાય છે. દરમિયાન રણધીર (દર્શન દવે) શમશેરા (સ્વતંત્ર ભારત) ડ્રગ્સ સંબંધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે એવો ખોટો આરોપ કરે છે.
પોલીસ સ્ટોરમાં પહોંચે છે અને શમશેરાને પકડે છે. દાદાજીના કથળતા સ્વાસ્થ્ય વિશે જાણ્યા પછી યશોદા (નેહા જોશી) અને કૃષ્ણા (આયુધ ભાનુશાલી) હોસ્પિટલમાં પહોંચે છે. ડોક્ટરો પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવીને હૃદયની સર્જરી માટે રૂ. 25 લાખની વ્યવસ્થા કરવા માટે કહે છે. અરવિંદ ખર્ચ આપવાનું નકારે છે. નાણાકીય મદદ માટે આજીજી છતાં અરવિંદ તેને ઘરમાંથી બહાર હાંકી કાઢે છે. દાદાજીનું જીવન બચાવવાના અંતિમ પ્રયાસમાં કૃષ્ણા ફલક લઈને લોકોને દાન માટે અપીલ કરે છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહ કહે છે, “દાસુ દાંડિયા નામે ગુનેગાર મનોહરને હાથતાળી આપીને જેલમાંથી સફળતાથી ફરાર થઈ જાય છે. ભાગવતી વખતે તે મનોહરને કહે છે કે ગયા વર્ષે પોતે પ્રેમિકા સાથે દાંડિયા રમતો હતો ત્યારે ધરપકડ કરનારા હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ની હવે ખેર નથી એવો સંદેશ તેને આપી રાખજે.
હપ્પુને આ વાતની જાણ થતાં ભયભીત થાય છે. દરમિયાન કટોરી અમ્મા (હિમાની શિવપુરી) બેટા અને બહુ વચ્ચે દાંડિયાની સ્પર્ધા માટે નરગસિયાને પડકારે છે. રાજેશ (ગીતાંજલી મિશ્રા) સ્પર્ધા માટે ઉત્સુકતાથી તૈયારી કરે છે, જ્યારે હપ્પુ ભયભીત છે. ગુનેગાર હપ્પુને ફોન કરીને ધમકાવે છે કે જો તે દાંડિયા હાથમાં લેશે તો જાનથી હાથ ધોઈ બેસશે.
આથી તે દાંડિયા હાથમાં લેવાનું ટાળે છે, પરંતુ અકસ્માતે ચમચી (ઝારા વારસી), હૃતિક (આર્યન પ્રજાપતિ) અને રણબીર (સોમ્યા આઝાદ) પ્રયોગ કરતા હોય છે ત્યારે કેમિકલ રિએકશનને લીધે દાંડિયા હપ્પુના હાથોમાં ચોંટી જાય છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “રાત્રે અનિતા (વિદિશા શ્રીવાસ્તવ)ને તેના ગ્રૂમિંગ ક્લાસ બંધ થઈ ગયા છે એવું સપનું આવતાં જાગી જાય છે. બીજી બાજુ તિવારી (રોહિતાશ ગૌર)ને પણ તેની દુકાન લિલામીમાં ગઈ હોવાનું સપનું આવે છે.
બીજા દિવસે તેઓ બેન્ક પાસેથી રૂ. 10 લાખની લોનના બોજા હેઠળ સપડાયા હોવાનો સમાચાર આવે છે, જેને લઈ તેઓ વધુ તાણમાં આવે છે. નાણાકીય મુશ્કેલી તેમને માથે હોય છે ત્યારે મોડર્ન કોલોનીમાં દાંડિયા સ્પર્ધાની ઘોષણા થાય છે. આ સ્પર્ધા જીતનારને રૂ. 25 લાખનું ઈનામ મળવાનું હોય છે. અનિતા સ્પર્ધામાં અંગૂરી (શુભાંગી) સાથે ભાગ લેવાનું વિભૂતિ (આસીફ શેખ)ને સૂચન કરે છે.
દરમિયાન ટીકા (વૈભવ માથુર) અને ટીલુ (સલીમ ઝૈદી) દાંડિયામાં તેમની સાથે જોડાવા રૂસા (ચારૂલ મલિક)ને વિનંતી કરે છે. ઉજવણી વચ્ચે અમ્માજી (સોમા રાઠોડ) અંગૂરી પર મુશ્કેલી આવશે એવું કહીને તેનાથી બચવા માટે લાડુમાં કશુંક રાખીને ઝાડની નીચે મૂકવા માટે કહે છે. આ સાવચેતીઓ છતાં અંગૂરી સાથે દાંડિયા રમવાનો હોય ત્યારે જ વિભૂતિ પર મુશ્કેલી આવે છે, જેને લઈ અનિતા વધુ તાણમાં આવે છે.”