Western Times News

Gujarati News

ITLએ  5 નવી ટ્રેક્ટર રેન્જ લોન્ચ કરી

ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે (આઈટીએલ) તેના 200થી વધુ વૈશ્વિક ચેનલ ભાગીદારોની હાજરીમાં 5 નવી ટ્રેક્ટર રેન્જ લોન્ચ કરી; આગામી 3 વર્ષમાં વૈશ્વિક વેચાણ બમણું કરવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી,  ભારતના નંબર વન ટ્રેક્ટર નિકાસકાર ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે (આઈટીએલ) વિશ્વભરના ખેતી ક્ષેત્રને બદલવા માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથે આજે 5 ટ્રેક્ટર લોન્ચ કર્યા છે, જેમાં તેમના ઈલેક્ટ્રિક મોડલ – સોલિસ એસવી સિરીઝનો પણ સમાવેશ થાય છે. ITL launches 5 new tractor series in presence of its 200+ global channel partners

આ ક્રાંતિકારી ફાર્મ મશીનો વિશ્વભરના કૃષિ સમુદાયો માટે ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે અદ્યતન તકનીક, શક્તિ અને વર્સેટિલિટીનું શ્રેષ્ઠ મિશ્રણ પ્રદાન કરે છે. ભારતના ગુરુગ્રામમાં આઈટીએલની ગ્લોબલ કોન્ફરન્સ ‘ગ્લોબલ પાર્ટનર્સ સમિટ (જીપીએસ) 200’ સાથે જ નવી પ્રોડક્ટ લોન્ચ થઈ હતી. આ કોન્ફરન્સમાં વિશ્વના વિવિધ દેશોમાંથી 200થી વધુ ચેનલ પાર્ટનર્સ સભ્યોની ભાગીદારી જોવા મળી હતી.

ટ્રેક્ટરની નવી લાઇન-અપમાં એસવી સિરીઝની સાથે સિરીઝ એસ, સિરીઝ સી, સિરીઝ એચ અને સિરિઝ એનનો સમાવેશ થાય છે અને તમામ પ્રોડક્ટ્સ વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી અને અદ્યતન ઉત્સર્જન નિયંત્રણ સિસ્ટમથી ભરપૂર છે. ભારતમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ બેઝ

અને 3,000 ડીલરોના શ્રેષ્ઠ વિશ્વવ્યાપી નેટવર્કની તેની શક્તિનો ઉપયોગ કરીને, આઈટીએલ વિશ્વભરના ખેડૂતોને ખૂબ જ સ્પર્ધાત્મક ખર્ચે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. જ્યારે સિરીઝ એચ, સિરીઝ એસ અને સોલીસ એસવી મોડલ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યા છે, અને સિરીઝ સી યુરોપીયન બજારો માટે ઉપલબ્ધ થશે.

સિરીઝ એન યુરોપ, યુએસએ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા પ્રદેશો સહિતના બજારોને પૂરી કરશે. ખાસ કરીને ઈવી વેરિઅન્ટ દરેક સમયે શ્રેષ્ઠ ટોર્ક ઉપલબ્ધતાની ખાતરી આપે છે અને ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને 3-3.5 કલાકમાં અને નિયમિત ચાર્જરનો ઉપયોગ કરીને 8 કલાકમાં 0-100% થી ચાર્જ કરી શકાય છે.

પાંચ નવી સિરીઝના લોન્ચની જાહેરાત કરતાં, આઈટીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સુશાંત સાગર મિત્તલે જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ગુણવત્તા સાથે હીરો પ્રોડક્ટ્સ વિકસાવવા અને વિશ્વ કક્ષાની ગ્રાહક સેવા પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાએ અમને અમારા નવા પ્લાન્ટમાં ટેક્નોલોજી અપગ્રેડેશમાં રૂ. 850 કરોડ અને નવી ટ્રેક્ટર સિરીઝ શરૂ કરવા માટે આર એન્ડ ડીમાં રૂ. 150 કરોડનું રોકાણ કરવાની પ્રેરણા આપી છે. અમારા તમામ નવા ટ્રેક્ટર્સ નવીનતા પ્રત્યેના અમારા સમર્પણ અને વિશ્વ કૃષિ સમુદાય માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે અમારી વર્તમાન પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

આ લોંચ પર પોતાના વિચારો વ્યક્ત કરતા, આઈટીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાહુલ મિત્તલે કહ્યું, “અમે ભારતીય ઉત્પાદન ખર્ચમાં યુરોપિયન સ્ટાઇલ અને જાપાનીઝ ગુણવત્તાને સંયોજિત કરીને એક વિજેતા ફોર્મ્યુલા શોધી કાઢી છે. આ ફોર્મ્યુલામાં વિશેષ ઘટક ચેનલ પાર્ટનર્સના સૌથી મોટા નેટવર્ક સાથેની અમારી સતત વૃદ્ધિની માનસિકતા છે, જેઓ મોટા સપના જુએ છે, નવા પડકારો ઝીલવા તૈયાર છે અને પુનઃ શોધ કરવા તૈયાર છે. આ ફોર્મ્યુલા વૈશ્વિક ટ્રેક્ટર ઉદ્યોગમાં ક્રાંતિ લાવી રહી છે. અમારો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વના ખેડૂતોને તેમની ઉત્પાદકતા વધારવા અને તેમના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરવાનો છે. અમે ઇનોવેશન દ્વારા તે હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ.”

આઈટીએલ ખાતે ઇન્ટરનેશનલ બિઝનેસના ડિરેક્ટર અને સીઇઓ શ્રી ગૌરવ સક્સેનાએ જણાવ્યું હતું કે, “ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડમાં, અમે દુનિયાભરના કૃષિ સમુદાય પ્રત્યેની વૈશ્વિક પ્રતિબદ્ધતામાં વિશ્વાસ રાખીએ છીએ અને અમારા ગ્રાહકની સમૃદ્ધિની કદર કરીએ છીએ.

અમારી નવી પ્રોડક્ટ ઓફરિંગ ખેતીના ભાવિને આકાર આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને અમે નિયમિતપણે નવા ટ્રેક્ટર રજૂ કરતા રહીએ છીએ અથવા બજારના પ્રતિસાદના આધારે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોને અપગ્રેડ કરતા રહીએ છીએ.

અમે છેલ્લા 4 વર્ષથી ભારતમાંથી નંબર 1 એક્સપોર્ટ બ્રાન્ડ છીએ અને એડ્રેસેબલ સેગમેન્ટમાં 14 દેશોમાં નંબર 1નું સ્થાન ધરાવીએ છીએ. આ નવી પાંચ ટ્રેક્ટર સિરીઝ અમને વિશ્વના બજારોમાં અમારી સ્થિતિ મજબૂત કરવા, વિશાળ વર્ગના ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા તેમજ અમારા 3000 ડીલરોના સૌથી મોટા નેટવર્કના સમર્થન સાથે વિવિધ બજારોમાં નવા સેગમેન્ટમાં પ્રવેશ કરવા માટે સક્ષમ બનાવશે.”

હંગેરી, પોર્ટુગલ, આઇસલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ફિનલેન્ડ, ચેક રિપબ્લિક, નેપાળ, મ્યાનમાર, અલ્જેરિયા અને અન્ય ઘણા દેશો સહિત 15થી વધુ દેશોમાં ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડ નંબર 1 છે. તે એક અગ્રણી ભારતીય કંપની છે જે વિશ્વના 150થી વધુ દેશોમાં 16-125 એચપી સેગમેન્ટમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ટ્રેક્ટરની નિકાસ કરે છે. નાણાંકીય વર્ષ 2023માં 28%ના બજારહિસ્સા સાથે કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે અને નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તે વધીને 36% થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.