449 મ્યુનિ. શાળાના 4200 શિક્ષકો અને 1 લાખ બાળકો દ્વારા હાથ ધરાયેલી સ્વચ્છતા ઝુંબેશ
દક્ષિણ ઝોનના ઈસનપુર, મણીનગર અને ખોખરા વોર્ડમાં હાથ ધરાયેલી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ ૧૦.૬ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરાયો
મ્યુનિ. શાળાનાં એક લાખ બાળકો મહોલ્લા- સોસાયટીઓમાં જઈને ‘સ્વચ્છતાદૂત’ બન્યાં
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ શાળાઓમાં ભણતા આશરે એક લાખ જેટલાં બાળકો દ્વારા શેરી મહોલ્લા અને સોસાયટીઓમાં ઘરેઘરે જઈને સ્વચ્છતા દુત બની લોકોને સ્વચ્છતા જાળવવા સમજાવવામાં આવ્યા હતા.
રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી સ્વચ્છતાના ૬૦ દિવસને અનુલક્ષીને મ્યુુનિસીપલ કોર્પોરેશન દ્વારા આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ અને તે માટે મહાઅભિયાન ચલાવવામાં આવી રહયું છે.
જે અંતર્ગત મ્યુનીસીપલ સકુલ બોર્ડ સંચાલીત ૪૪૯ શાળાના ૪,ર૦૦ શિક્ષકો અને આશરે એક લાખ જેટલાં બાળકો દ્વારા શેરી-મહોલ્લા અને સોસાયટીઓમાં ઘરેઘરે જઈ સ્વચ્છતાનો સદંદેશ અપાયો હતો. મ્યુનિસીપલ તંત્ર દ્વારા નકકી કરવામાં આવેલા ર૧૮ જેટલા જીવીપી પોઈન્ટને ધ્યાનમાં રાખીને
આ વિસ્તારની ર૧૮ શાળાઓ દ્વારા શેરી-મહોલ્લા અને સોસાયટીઓમાં ઘરે ઘરે જઈ બાળકોએ લોકોને ગંદકી ન કરવા વિનંતી કરી હતી. આ ર૧૮ શાળાઓ કાયમી ધોરણે ર૧૮ જીવવીપી પર સ્વચ્છતા જળવાય તે માટે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવા પ્રયત્નશીલ રહેશે.
શહેરીજનોની જાગૃતિ માટે આખા અમદાવાદના જુદાજુદા વિસ્તારોમાં મ્યુનિસીપલ સ્કુલ બોર્ડની શાળાઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં રેલીઓ કાઢી ઘર ઘર સુધી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહયો છે.
તેમ મ્યુનિસીપલ સ્કુલ બોડના શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઈ જણો છે. આ ઉપરાંત દક્ષીણ ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસીપલ કમીશ્નરના માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી.
જે હેઠળ ગઈકાલે ઈસનપુર વોર્ડની મહાવીર સ્કૂલ પોલીસચોકી પાસે મણીનગર વોર્ડમાં સિંધી માર્કેટ તથા ખોખરા વોર્ડમાં સીધી માર્કેટ તથા ખોખરા વોર્ડમાં બાલભવન પોસ્ટ ઓફીસ વિસ્તારમાં સ્વચ્છતા ઝુબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશના ૬૩ સફાઈ કામદારો એક બોબકોટ ચાર ૪૦૭, ગાડી,
અને જેસીબી એક જર્મન મશીન એક ટીપીએસ અને એક સ્વીપર મશીની સાથે કુલ નવ વાહનો દ્વારા ૧૦.૬ મેટ્રીક ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઝુબેશમાં આશરે ૪૦૦ જેટલા સ્થાનીક નાગરીીકો પણ ઉત્સાહભેર જાેડાયા હતા.