Western Times News

Gujarati News

લોખંડી સરદાર પટેલની પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવઃ કંગના રણૌત

કંગના રણૌત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે

(એજન્સી)રાજપીપળા, તેજસ ફિલ્મની રીલીઝ પહેલા અભિનેત્રી કંગના રણૌત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે લીધી છે. આ મુલાકાત દરમિયાન કંગના સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાની ઝલકથી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. નોંધપોથીમાં કંગના રણૌતે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

કંગના જણાવ્યું કે, લોખંડી સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે. અભિનેત્રી કંગના રણૌત કહ્યું કે, મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સલામ કરવાનો મને મોકો મળ્યો છે.

અત્રે જણાવીએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણીની અંગે તેમણે પ્રશંસા કરી છે. તેમજ સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી સત્તામંડળને અભિનંદન પાઠવ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.