અરવલ્લી કલેક્ટર મહેસુલ કર્મચારીઓની હડતાળના પગલે અરજદારોને કોઈ તકલીફ ન પડે તે માટે જનસેવા કેન્દ્રની ઓચિંતી મુલાકાત
અરવલ્લી :અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા ૧૧૯ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે સતત ચોથા દિવસે મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત રહેતા જીલ્લા સેવાસદનમાં કામકાજ અર્થે આવતા અરજદારો ના કામકાજ અટકે નહિ અને પ્રજાજનો, અરજદારોને પડતી હાલાકીનો ચિતાર મેળવવા અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જનસેવા કેન્દ્રની ઓચિંતી મુલાકાત કરી હતી અને જીલ્લા સેવાસદન કચેરીમાં આવેલી વિવિધ કચેરીઓની પણ મુલાકાત કરી કામકાજ અર્થે આવેલા અરજદારો સાથે વાર્તાલાપ કરી અરજદારોના મનની વાત જિલ્લા કલેક્ટરને કરતા તેમના સમાધાન માટે અધિકારીઓને સૂચન કર્યું હતું.
સામાન્ય રીતે મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને હાલાકીઓ પડતી હોય છે, પણ જનતાની હાલાકીઓને સમજવા માટે જો અધિકારી સ્થળ પર પહોંચે તો ખ્યાલ આવે,, બસ આવું જ કંઇક અરવલ્લી જિલ્લા કલેક્ટરે કર્યું,, અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર આજે મોડાસાના મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ઓચિંતી મુલાકાત કરી હતી,
જ્યાં પ્રજા પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી, કલેક્ટર જનસેવા કેન્દ્ર પહોંચ્યા બાદ કેટલાક અરજદારો સાથે પણ વાતચીત કરી હતી, જ્યાં અરજદારોને પડતી હાલાકીઓ અંગે કલેક્ટરને જણાવી હતી, એક મહિલાને આધારકાર્ડ કઢાવવા તેમજ તેમાં અપડેટ માટે કેટલીક સમસ્યાઓ હતી, તેનો તાત્કાલિક નિકાલ લાવવા માટે જિલ્લા કલેક્ટરે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું,, હાલ મહેસૂલ વિભાગના કર્મચારીઓ હળતાડ પર ઉતર્યા છે ત્યારે આ વચ્ચે કલેક્ટરની આ મુલાકાતથી અરજદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.. આ સાથે જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોડર્ન જનસેવા કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે, જેની મુલાકાત પણ કલેક્ટરે લીધી હતી.