Western Times News

Gujarati News

આ ફેકટરીમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપ્યું 500 કરોડનું ડ્રગ્સઃ ૩ આરોપીની ધરપકડ

અલગ-અલગ ૩ કંપની પર દરોડા પાડી ડ્રગ્સ જપ્ત કરાયું: ક્રાઈમ બ્રાંચ દ્વારા ૩ આરોપીની ધરપકડ: મુખ્ય આરોપીના ઘર અને ફેકટરી પર દરોડા

ગુજરાત પોલીસ દ્વારા ઔરંગાબાદની ફેક્ટરીમાંથી કોકેઈન કેટામાઈન અને MD ડ્રગ્સનો ૫૦૦ કરોડનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી.

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ડીઆરઆઈને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી ૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અલગ-અલગ ૩ કંપની પર દરોડા પાડી આ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ ક્રાઈમ બ્રાંચ દ્વારા ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ડીઆરઆઈ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી મહરાષ્ટ્રમાંથી ૫૦૦ કરોડ રુપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. કોકેઈન અને સ્ડ્ઢ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા સાયબર ક્રાઇમ સાથે મળીને અમદાવાદથી પણ ડ્રગ પકડવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. રો મટીરીયલ અને ડ્રગ્સ સાથે કુલ ૫૦૦ કરોડના ડ્રગ્સનો મુદ્દામાલ ઝડપાયો છે. ઓરાંગાબાદની અલગ અલગ ૩ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ૩ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મુખ્ય આરોપીના ઘર અને ફેકટરીથી ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે ડ્ઢઇૈં દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. મહંમદ હઝરુદ્દીન ઉર્ફે હઝર કબૂતર નામના શખ્સની ધરપકડ કરી છે. નઇમ ટકલા અને ઇસતીયાક મામા નામના બે શખ્સની તપાસ શરૂ કરાઈ છે. યુવાનોને ગેરમાર્ગે દોરવા માટેના કાવતરાનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ.

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં મહંમદ અઝરુદ્દીન નામનો શખ્સ ૫ લાખ રૂપિયાનું ડ્રગ્સ લઈને પહોંચ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મહંમદ અઝરુદ્દીનને ઝડપી લઈને તેની પાસેથી ૫૪.૮૦૦ મિલિગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા જેમાં નઇમ ટકલા અને ઇસતીયાક મામા નામના બે આરોપીઓની સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો.

અગાઉ નઇમ ટકલા વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સનું વેચાણ જુહાપુરા,વેજલપુર અને સિંધુભવન વિસ્તારમાં કરતા હોવાની કબુલાત કરવામાં આવી છે. આ સાથે નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા ડ્રગ મંગાવવામાં આવ્યું હતું કે કેમ તે દીશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.