Western Times News

Gujarati News

ભારતે ગાઝામાં 32 ટન ઈમરજન્સી રાહત સામગ્રી મોકલી

ભારતીય વાયુ સેનાનું સી-૧૭ વિમાન લગભગ ૬.૫ ટન મેડિકલ અને ૩૨ ડિઝાસ્ટર રિલીફ સામગ્રી લઈને મિસ્ત્રના એલ અરિશ એરપોર્ટ માટે રવાના

(એજન્સી)નવી દિલ્હી,ઈઝરાયલ અને હમાસની વચ્ચે ભારતે ફલીસ્તનીઓ માટે માનવીય સહાયતા મોકલી છે. ભારતીય વાયુ સેનાનું સી-૧૭ વિમાન લગભગગ ૬.૫ ટન મેડિકલ અને ૩૨ ડિઝાસ્ટર રિલીફ સામગ્રી લઈને મિસ્ત્રના એલ અરિશ એરપોર્ટ માટે રવાના થઈ ગયું છે. India’s humanitarian aid for the people of Palestine arrives in Egypt.

આ વાતની જાણકારી ખુદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ રવિવારે ૨૨ ઓક્ટોબરે આપી છે. અરિંદમ બાગચીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ફલીસ્તીનના લોકો માટે લગભગ ૬.૫ ટન ચિકિત્સા સહાયતા અને ૩૨ ટન ઈમરજન્સી રાહત સામગ્રી લઈને આઈએએફ સી-૧૭ની ફ્લાઈટ મિસ્ત્રમાં અલ અરિશ એરપોર્ટ માટે રવાના થઈ ગયું છે.

ભારત તરફથી મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં જરુરી જીવન રક્ષક દવાઓ, સર્જિકલ સામાન, તંબૂ, સ્લીપિંગ બૈગ, તારપત્રી, સ્વચ્છતા સુવિધા, જળ શુદ્ધિકરણ ટેબલેટ સહિત અન્ય જરુરી વસ્તુઓ સામેલ છે. અહીં ઉલ્લેખનિય છે કે, ગાઝામાં હાલની હાલત જાેતા દુનિયાના કેટલાય દેશોએ ફલીસ્તીનીઓ માટે મદદની સામગ્રી મોકલવાની અપીલ કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીને ફોન કરીને બોર્ડર ખોલવાની અપીલ કરી હતી. જેથી ત્યાંના લોકોને મદદ પહોંચાડી શકાય. ત્યાર બાદ લગભગ ૨૦ ટ્રક માનવીય સહાયતા ગાઝામાં પહોંચાડવામાં આવી ચુકી છે. આ અગાઉ ભારતના પ્રધાનમંત્રી મોદીએ ૧૯ ઓક્ટોબર ગુરુવારે ફલીસ્તીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાતચીત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.