Western Times News

Gujarati News

ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીર તેમ ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે વિવાદનું મૂળ યરુશલમ

અંગ્રેજાેએ ૧૯૪૮માં પેલેસ્ટાઈના ભાગલાં પાડતા ઈઝરાયલના જન્મ સાથે હિંસક દોર શરૂ થયો, જે આજે પણ ચાલુ: બળુકા ઈઝરાયલ સામે પેલેસ્ટાઈને ‘હમાસ’ ઉભું કર્યું

રશિયા અને યુક્રેન યુદ્ધ દુનિયાને ભારે પડ્યું છે તેવા સમયે ઈઝરાયલ-હમાસ વચ્ચેનું વધુ એક યુદ્ધ નવી ઉપાધી સર્જી છે. દુનિયા બે-બે યુદ્ધ સામે લાચાર છે અને હજારો નિર્દોષો ભોગ બની રહયા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેની તકરાર કંઈ પહેલીવાર નથી.

જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાવમાં કાશ્મીર કેન્દ્ર સ્થાને છે તેવી રીતે ઇઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે યરુશલમમાં આવેલો ૩પ એકર જમીનનો ટુકડો વિવાદના કેન્દ્રમાં છે. જેનો દાયકાઓથી ઉકેલ આવ્યો નથી. વિવાદમાં પેલેસ્ટાઈન વતી હમાસ નામનું કટ્ટરપંથી સંગઠન ઈઝરાયલ સામે બાથ ભીડે છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે દુશ્મનીના બીજ ૧૯૪૮માં રોપાયા હતા. એક સમયે પેલેસ્ટાઈન પર અંગ્રેજાેનું શાસન હતું. ૧૯૪૮માં તેના બે ટુકડા કરવામાં આવ્યા હતા જે રીતે ૧૪૯૭માં ભારતના કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનનો જન્મ થયો તે રીતે પેલેસ્ટાઈનના ટૂકડાથી ઈઝરાયલનો જન્મ થયો હતો.

ભાગલા વખતે પેલેસ્ટાઈનના ફાળે પપ ટકા જમીન અને ઈઝરાયલને ૪પ ટકા ભાગ મળ્યો હતો. ૧૪મે ૧૯૪૮ના રોજ ઈઝરાયલે ખૂદને આઝાદ દેશ જાહેર કર્યો જે સાથે દુનિયામાં પહેલા યહુદી દેશનો ઉદભવ થયો હતો. સમયાંતરે ઈઝરાયલનું જાેર વચ્યું, જે સાથે પેલેસ્ટાઈનના ફાળે આવેલો હિસ્સો ઘટતો ગયો, ઈઝરાયલનો વધતો ગયો.

ઈઝરાયલ હવે શક્તિશાળી દેશ છે અને પેલેસ્ટાઈનના મોટાભાગના વિસ્તારો પર તેનો કબજાે છે. પેલેસ્ટાઈન માત્ર ૧ર ટકા જગ્યામાં સમેટાઈ ગયું છે અને તેની પાસે મુખ્યત્વે ગાઝા પટ્ટી અને વેસ્ટબેંક જેવા જ બે મહત્વના ક્ષેત્ર હાથ પર રહયા છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બન્ને યરુશલેમ પર પોતાનો દાવો કરે છે અને છાશવારે તે માટે હિંસક અથડામણો થતી રહે છે બન્ને દેશ યરુશલમને પોતાની રાજધાની બનાવવા ઈચ્છે છે

ધાર્મિક દૃષ્ટિએ યરુશલમ મસ્લિમ, યહુદી અને ખ્રિસ્તીઓ માટે મહત્વનું છે વિવાદ વધતા સંયુકત રાષ્ટ્રએ દરમિયાનગીરી કરી પેલેસ્ટાઈનનો વધુ એક ટુકડો કર્યો. સંયુકત રાષ્ટ્રએ યરુશલમનો ૮ ટકા હિસ્સો પોતાના નિયંત્રણમાં રાખ્યો. અહીં મુસ્લિમો માટે પવિત્ર સ્થળ હરમ-અલ-શરીફ આવેલું છેજેને યહુદીઓ પોતાનું પવિત્ર સ્થળ ટેમ્પલ માઉન્ટ માને છે

ધાર્મિક દૃષ્ટિએ બન્ને સમુદાય માટે આ જગ્યા મહત્વની છે અને કોઈ બાંધછોડ માટે તૈયાર નથી સંયુકત રાષ્ટ્રએ આ જગ્યાની દેખરેજ બીજા દેશ જાેર્ડનને સોંપી નકકી કર્યું કે મુસ્લિમો અહીં યહુદીઓને બહારથી ટેમ્પલ માઉન્ટના દર્શનની છૂટ આપશે જાે કે તેઓ ત્યાં પૂજા-પાઠ કરી નહીં શકે. આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે

પરંતુ બંને તરફના કટ્ટરપંથીઓને આવુ મજુર નથી એટલે એકબીજા ઉપર અહીં પથ્થરમારો, હુમલા કરવામાં આવે છે હરમ-અલ-શરીફ પર એક મસ્જિદ બનેલી છે જેને પણ અકસા મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તીઓ પણ આ જગ્યા પર દાવો માંડે છે તેમના મુજબ અહીંથી જ ઈસા મસીહે ઉપદેશ આપ્યો હતો.

હમાસનો જન્મ ઃ ઈઝરાયલની તાકાત સતત વધી રહી હતી અને પેલેસ્ટાઈન દિવસેને દિવસે નબળુ પડી રહ્યું હતું તેની પાસે ખુદનું સૈન્ય પણ નથી. આવી સ્થિતિ વચ્ચે ૧૯૮૭માં પેલેસ્ટાઈનના વિસ્તારોમાં ઈઝરાયલી દળોને ટકકર આપવા હમાસ નામથી એક સંગઠન ઉભુ કરવામાં આવ્યું, જેનો હેતુ પેલેસ્ટાઈન વતી ઈઝરાયલ સામે લડવાનો છે

હમાસ ખુદને મુસ્લિમોના ઉદ્વારક તરીકે પ્રસ્તુત કરે છે અને તેના નિશાના પર હંમેશા ઈઝરાયલ રહે છે હમાસ એક દેશ તરીકે ઈઝરાલયને માન્યતા આપતું નથી તેનો ઈરાદો ફરી એકવાર પેલેસ્ટાઈનને બેઠું કરવાનો છે. દુનિયાના અનેક દેશોએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે

તેમ છતાં ઈરાન સહિત કેટલાક અરબ દેશો ગુપ્ત રીતે હમાસને તમામ પ્રકારની મદદ કરે છે. ગાઝા પટ્ટી પર હમાસનો કબજાે છે જેમાં તેના નિયમ-કાયદા છે. ઈઝરાયલ પેલેસ્ટાઈન વચ્ચેના વિવાદમાં ઈરાન પહેલેથી જ પેલેસ્ટાઈનની તરફેણમાં રહયું છે. બીજીતરફ ઈઝરાયલને અમેરિકા સહિત પશ્ચિમી દેશોનું સમર્થન છે.

હમાસ જે રોકેટ ઈઝરાયલ ઉપર વારંવાર વરસાવે છે તેમાં ઈરાનની મદદ હોવાનું કહેવાય છે. હાલ ચાલી રહેલા યુદ્ધથી ઈઝરાયલ પેલેસ્ટાઈનનો વધુ હિસ્સો આંચકી લે તેવી સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.