Western Times News

Gujarati News

વાવાઝોડું તેજ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું

અમદાવાદ,  અરબી સમુદ્રમાં ઉદભવેલું ચક્રવાતી તોફાન મજબૂત અને વિનાશક બન્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં હામુન નામનું વાવાઝોડું પણ સર્જાયું છે. IMD અનુસાર, ચક્રવાત તેજ રવિવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ પછી તે ઓમાન-યમનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ભારત પરનો ખતરો પણ ટળી ગયો. જાેકે બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત હામુન હજુ પણ ચિંતાનો વિષય છે. કારણ કે તે હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને આવનારા થોડાક કલાકોમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહીં તે અંગે પણ હવામાન વિભાગે માહિતી આપી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ શનિવારે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૫ ઓક્ટોબર સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ નહીવત છે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી.. અમદાવાદમાં જે રીતે ૩૫-૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે તે પ્રમાણે જ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. તો બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે આજે વહેલી સવારે ૩.૨૩ કલાકે તેજ વાવાઝોડું ક્યાં છે અને ક્યાં જઇ રહ્યુ છે તે અંગેની માહિતી પણ આપી દીધી છે.

તેમના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું તેજ ૨૨ ઓક્ટોબરના જે સોકોત્રા (યમન) ની ઉત્તરે ૧૩૦ કિમી, સાલાહ (ઓમાન) થી ૩૬૦ કિમી દક્ષિણે અને અલ ગૈદાહ (યમન) થી ૩૨૦ કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. જે નોર્થ વેસ્ટ મૂવ થઇ શકે છે અને વેરી સિવિયર સાયક્લોન થઇને ૨૪ ઓક્ટોબરના પ્રારંભિક કલાકોની આસપાસ અલ ગૈદાહ (યમન) ની નજીક યમનના દરિયાકાંઠાને પાર કરવાની સંભાવના છે.

IMD અનુસાર આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ ૧૧૫-૧૨૫ કિમી પ્રતિ કલાકથી ૧૪૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તીવ્ર ચક્રવાતી તોફાન ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ૈંસ્ડ્ઢ દ્વારા એમ પણ જણાવાયુ છે કે, ચક્રવાત હામુન પણ સક્રિય થઈ ગયું છે.

પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું દબાણ સોમવાર સવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિણમી શકે છે. આ પછી, તે આગામી ત્રણ દિવસમાં બાંગ્લાદેશ અને નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા અને ઉત્તર-પૂર્વો તરફ આગળ વધવાની અપેક્ષા છે. ખાનગી હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે કહ્યું કે, હામુને ૨૪ ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાના મુખ્ય સંકેતો દર્શાવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.