Western Times News

Gujarati News

પંડાલમાં સ્ટેજ પર કાજોલનો પગ લપસ્યો, પડતાં-પડતાં બચી

મુંબઈ, નોરતાનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભક્તોને માતા પર ઊંડી શ્રદ્ધા હોય છે અને આ નવ દિવસો સુધી ભક્તો દેવી દુર્ગાની ભક્તિમાં ખોવાયેલા રહે છે. દર વર્ષે બોલિવૂડ અભિનેત્રી કાજાેલ પણ દુર્ગા પૂજાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરે છે. તેના વીડિયો પણ ખૂબ વાયરલ થયા છે જેમાં કાજાેલ તેના પરિવાર સાથે માતાની પૂજા કરતી જાેવા મળે છે.

આ વખતે પણ કાજાેલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પિંક સાડીમાં જાેવા મળી રહી છે. પરંતુ આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે જેમાં કાજાેલનો પગ સ્લીપ થાય છે અને પડતા-પડતાં બચી જાય છે. સોશિયલ મીડિયા પર કાજાેલનો દૂર્ગા પૂજાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં કાજાેલ દુર્ગા પૂજા પંડાલમાં જાેવા મળી રહી છે. તેણે ગુલાબી રંગની સાડી પહેરી છે અને ફોન પર કંઈક જાેઈને આગળ વધી રહી છે.

કાજાેલનું ધ્યાન સંપૂર્ણ રીતે ફોન તરફ છે. સ્ટેજ પૂરુ થઈ ગયું તે તેને ખબર જ ના પડી અને તેનો પગ સ્ટેજ પરથી લપસી ગયો. સ્ટેજની નીચે ઘણા લોકો હોવાથી તેમાંથી કેટલાકે તેને આધાર આપ્યો હતો. અભિનેત્રી પડતાં-પડતાં બચી જાય છે અને તેનો ફોન પડી જાય છે. નોરતા દરમિયાન કાજાેલ અને રાની મુખર્જીએ દુર્ગા પૂજાના પંડાલમાં માતાની પૂજા કરી હતી.

હવે ત્રીજી બંગાળી અભિનેત્રી સુષ્મિતા સેન પણ તેના પરિવાર સાથે દુર્ગા પૂજા પંડાલમાં જાેવા મળી હતી. તેણે માત્ર પૂજા જ નથી કરી પરંતુ પુત્રી રેનેની સાથે ધુનુચી ડાન્સ પણ કર્યો હતો. માતા-પુત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આર્યા ૩ અભિનેત્રીનો ડાન્સ પર્ફોમન્સ તેના ઘણા ફેન્સને ખૂબ જ ગમ્યું હતું. ફેન્સ કમેન્ટ્‌સ કરીને તેના આ ડાન્સના વખાણ કરી રહ્યા છે.

સુષ્મિતાના લુકની વાત કરીએ તો તે ગુલાબી સાડી, કપાળ પર બિંદી, હાથમાં બ્રેસલેટ અને પોનીટેલ કરેલી જાેવા મળી હતી. તે એટલી સુંદર દેખાતી હતી કે દુર્ગા પૂજા દરમિયાન બધાની નજર તેના પર જ અટકેલી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.