ફિલિપાઇન્સ અને ચીન વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં સંઘર્ષ વધ્યો
(એજન્સી)બીજીંગ, દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સ અને ચીન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. રવિવારે બપોરે એક ચીની કોસ્ટ ગાર્ડ જહાજે ફિલિપાઇન્સના કોસ્ટ ગાર્ડ જહાજને ટક્કર મારી હતી. પ્રારંભિક માહિતી અનુસાર હાલમાં કોઇના ઘાયલ થવાાા સમાચાર નથી. જાે કેઆ ઘટના બંને દેશોવચ્ચે સૈન્ય અથડામણનું જાેખમ વધી ગયું છે.
આ ઘટના બાદ ચીન તરફથી નિવેદન આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફિલિપાઇન્સનું જહાજ ચીનના વિસ્તારમાં પેટ્રોલિંગ રહ્યું હતું. અમારા કોસ્ટ ગાર્ડ જહાજ સાથે વધુ એક સહાયક વાહન હાજર હતું. ફિલિપાઇન્સના એક સૈન્ય અધિકારીએ કહ્યું –
અમારા ક્રૂ મેમ્બરમાંથી કોઇને ઇજા થઇ નથી. જહાજને થયેલા નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ચીન સાગરમાં બે ઘટનાઓ બની છે. બંને તે જગ્યાએ થયું જયાં વધુ માછલીઓ જાેવા મળે છે. ચીન ફિલિપાઇન્સના જહાજાેને અહીં આવતા અટકાવી રહ્યું છે.