Western Times News

Gujarati News

પાર્લરમાં કામ કરતાં કર્મચારીઓના ફોટા સાથેના પુરાવા પોલીસમાં આપવા પડશે

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, તાજેતરમાં રાજ્યભરમાં સ્પા અને મસાજ પાર્લરના નામ હેઠળ ચાલતા ગોરખ ધંધા સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સ્પા પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપાર સહિતના ગેરકાયદેસર પ્રવૃતિઓ પર કડક હાથે કામ લેવા

અને અનૈતિક પ્રવૃત્તિ અટકાવવાના હેતુસર રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પા મસાજ પાર્લર સંચાલકોને ઓળખના પુરાવા આપવા આદેશ અપાયા છે. આ માટેનું તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવશે અને આવા સ્પા મસાજ પાર્લરના સંચાલકોએ તેમના ઓળખના પુરાવાની સાથે તેમના પાર્લરમાં કામ કરતાં કર્મચારીઓની ફોટા સાથે ઓળખ તમામ વિગતો નજીકના પોલીસ સ્ટેશનને આપવી પડશે.

તાજેતરમા સુરતમાં ૫૦, રાજકોટમાં ૫૦, વડોદરામાં ૨૦, ભાવનગરમાં ૫ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં વિવિધ શહેરોમાં ચાલી રહેલા સ્પા સેન્ટરોમાં પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી માહિલા સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

સમગ્ર રાજ્યમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પામાં પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. જેમા ગુજરાત પોલીસે સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ સામે કાયદાકીય પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. પોલીસને મળેલી સૂચના બાદ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ચાલી રહેલા સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં ચાલતા સ્પા સેન્ટર પર થેરાપીના નામે અનૈતિક ધંધા કરતા સ્પા સંચાલકો સામે ગૃહરાજ્ય મંત્રીનાં આદેશ બાદ પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. ૨૭ જેટલા સ્પા સેન્ટરો અને હોટલોનાં લાયસન્સ પણ રદ્દ કરાયા છે.

ગત તા.૧૭ ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા તમામ પોલીસ અધિક્ષકોએ રેન્જ અધિકારીઓ પોલીસ કમિશનરઓ સંયુક્ત પોલીસ કમિશનરઓ તથા નાયબ પોલીસ કમિશનરઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપવામાં આવી હતી.

રાજ્યના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં મસાજ પાર્લર ચલાવવાની આડમાં નસીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપાર તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવતા હોવાનું ધ્યાન પર આવ્યું છે તો કેટલાક અસામાજિક તત્વો સ્પાની આડમા ગુનાહિત કૃત્યો કરીને

અને જાહેર સલામતીને શાંતિનો ભંગ કરતા હોવાનું તેમજ ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અને ભૂતકાળમાં બનેલા કેટલાક બનાવો ને ધ્યાનમાં રાખીને સામાજિક તત્વો દ્વારા વિદેશી મહિલાઓ મસાજ ની આડ માં નશીલા કેફી દ્રવ્યનું સેવન તથા દેહ વ્યાપાર તથા ગેર કાયદેસર કૃત્યોઓ ચાલતા હોવાનું બહાર આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા સ્પા સંચાલકોને તેમની આ કામગીરી કરતા તમામ કર્મચારીઓના ઓળખ પુરાવા સાથેની વિગતો પોલીસને આપી ફરજિયાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.