Western Times News

Gujarati News

બરાક ઓબામાએ નેતન્યાહૂને આપી ધમકી

નવી દિલ્હી, છેલ્લા ૧૫ દિવસથી પણ વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના પડઘા સમગ્ર વિશ્વમાં વાગી રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે યુદ્ધ પર અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનું મોટું રિએક્શન સામે આવ્યુ છે. હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ઇઝરાયેલને ચેતવણી આપી છે અને સંયમ રાખવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું, “જાે ઇઝરાયેલ યુદ્ધમાં ગાઝાના નાગરિકોના માનવતાવાદી પાસાને અવગણશે તો તેને પરિણામ ભોગવવું પડી શકે છે.” ઓબામાએ કહ્યું, “જાે ઈઝરાયેલ ગાઝા પર હુમલો કરવાનું ચાલુ રાખશે તો વૈશ્વિક સ્તરે તેનું સમર્થન નબળું પડશે, જેનો ઉપયોગ દુશ્મન દેશો પોતાના પક્ષમાં માહોલ તૈયાર કરવા માટે કરી શકે છે. દુનિયા અત્યારે ગંભીર ખતરા સામે ઉભી છે.

પેલેસ્ટાઈનના ઉગ્રવાદી લડાઈ સંગઠન હમાસે ૭ ઓક્ટોબરે ઈઝરાયેલમાં ઘૂસીને નિર્દોષ નાગરિકોને મારવાનું શરૂ કર્યું. તે પહેલા લગભગ ૫૦૦૦ રૉકેટ છોડવામાં આવ્યા હતા અને સેંકડો ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવીને યુદ્ધની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી છેલ્લા ૧૫ દિવસથી ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર સતત હુમલો કરી રહ્યું છે.

બીજીબાજુ હમાસના સમર્થનમાં લેબનાનના હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠને પણ ઈઝરાયેલ પર રૉકેટ છોડ્યા છે અને હમાસના સમર્થનમાં હુમલાથી આતંકવાદીઓએ પણ ઈઝરાયેલ પર હુમલા શરૂ કરી દીધા છે. જેના કારણે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ વધી ગઇ છે. સાઉદી અરેબિયા અને ઈરાન જેવા કડવા પ્રતિસ્પર્ધી દેશો પણ આ મામલે પોતાની દુશ્મની ભૂલીને પેલેસ્ટાઈનની સાથે ઉભા છે અને ઈઝરાયલને ખરાબ નજર બતાવી રહ્યા છે.

બીજીબાજુ અમેરિકા ઈઝરાયેલની સાથે ઊભું રહ્યું છે અને તેની કાર્યવાહીનું સમર્થન કર્યું છે. તેણે તેનો યુદ્ધ કાફલો પણ અરબી સમુદ્રમાં ઉતાર્યો છે. અમેરિકા અને નાટો દેશોમાંથી ઈઝરાયેલને શસ્ત્રોની સપ્લાય થવા લાગ્યા છે.

વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશોમાંનો એક અમેરિકા ઇઝરાયલની સાથે ઊભું છે, ત્યારે રશિયા યુદ્ધવિરામની માંગ કરી રહ્યું છે અને પેલેસ્ટાઇન પર હુમલા રોકવાની હિમાયત કરી રહ્યું છે. અમેરિકાએ રશિયાની તુલના હમાસ સાથે કરી છે અને બંનેને પ્રાદેશિક લોકશાહીનો નાશ કરનાર ગણાવ્યા છે. આવી સ્થિતિમાં વિશ્વભરના આ શક્તિશાળી દેશોના ગૃપે ફરી એકવાર ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવનાઓ વધારી દીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.