Western Times News

Gujarati News

અમદાવાદના નવા પોલીસ કમિશ્નર સવારે ૬ વાગ્યે ઓફિસ પહોંચી જાય છે

અમદાવાદ, અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર ગ્યાનેન્દ્ર સિંહ મલિકનું અમદાવાદ શહેરમા પોસ્ટીંગ થયા બાદ શહેરના ઓલમોસ્ટ તમામ પોલીસ સ્ટેશનનાં PIની હાલત દયનીય થઇ ગઇ છે. PI, PSIથી લઇને કોન્સ્ટેબલ સુધીના અધિકારી કર્મચારીઓમાં પોલીસ કમિશ્નરનો ડર છે. છેલ્લા બે દાયકાથી અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓના સીટ રજીસ્ટર પર કામગીરી નથી થઇ જેના કારણે ઘણા કર્મચારીઓ એક જ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી દબદબો બનાવીને બેઠા છે.

પોલીસ કમિશ્નર મલિકે એક જ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓનીની બદલીનો પ્લાન તૈયાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં માત્ર અત્યાર સુધીમા ઓછામાં ઓછા દસ જેટલા પોલીસ કમિશ્નરો બદલાયા પણ તેમના કાર્યકાળમાં કોઇએય સીટ રજીસ્ટર પર કામગીરી કરી નથી. કમિશ્નર મલિક અઠવાડિયામાં ત્રણ દિવસ વહેલી સવારે ૬ વાગે સીપી ઓફિસ આવી જાય છે અને સાડા નવ વાગ્યા સુધી લગભગ ત્રણ કલાકથી વધારે સમય ઓફિસમાં ફાઇલોનો નિકાલ કરે છે.

પોલીસ કમિશ્નર સવારે ૬ વાગે સીપી ઓફિસે ફાઇલો તપાસતા હોવાની જાણ ભાગ્યે જ કોઇને થઇ છે. કારણકે સીપી પોતાની ખાનગી ગાડીમાં આવીને કામ પતાવીને નિકળી જાય છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના વડા વિજય નહેરાના પુત્ર સ્વિમિંગની વિવિધ ચેમ્પિયનશીપમાં ભાગ લઇને અવ્વલ આવતા રહ્યા છે. અને તેઓનું ઉજ્જવળ ભવિષ્ય આ ક્ષેત્રે જાેવાઇ રહ્યુ છે અને એટલે જ વિજય નહેરા યુએસ ખાતેની ભારતીય એમ્બેસીમાં પોસ્ટીંગ મેળવવા ઇચ્છતા હતા એમ સૂત્રો કહી રહ્યા છે.

પુત્રના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં લઇને તેઓએ ડેપ્યુટેશન માટે કેન્દ્રમાં રજૂઆત કરી હતી. પરંતુ, તેઓને અમેરિકાને બદલે દિલ્હીમાં પોસ્ટીંગ મળતા હવે વિજય નહેરા ખુદ દિલ્હી જવા માટે ખાસ ઉત્સુક હોય તેમ જણાતું નથી. જાેકે હાલ તો રાજ્ય સરકારે આગામી વાઇબ્રન્ટ સમિટમાં નહેરાની મહત્વની જવાબદારીઓને લઇને નહેરાને રિલીવ કર્યા નથી. સૂત્રોનું માનીએ તો વાઇબ્રન્ટ બાદ વિજય નહેરાના દિલ્હી ડેપ્યુટેશનનો ઓર્ડર કેન્સલ થવાની શક્યતાઓ છે. રાજ્યના ગૃહ વિભાગના પૂર્વ જાેઇન્ટ સેક્રેટરી નિખિલ ભટ્ટ એક વર્ષ પહેલાં જ વય નિવૃત્ત થઇ ચૂક્યા છે.

ગત વર્ષે તેમને એક વર્ષનું એક્સટેન્શન મળ્યુ હતુ, પરંતુ આ વખતે તેમના એક્સટેન્શન રીન્યુઅલની ફાઇલ ગૃહ મંત્રીને ત્યાથી હલી નથી. સચિવાવયમાં ચાલતી ચર્ચા અનુસાર એક સમયે સીએમના અંગત અધિકારી દ્વારા ઁૈં-ઁજીૈં ની બદલીઓ માટે સીધી નીચલી કક્ષાએ સૂચના જતી હોવાની ફરિયાદ નિખિલ ભટ્ટે કરી હતી. અને આજ ફરિયાદ હવે તેમનુ એક્સ્ટેન્શન રીન્યુઅલ નહી થવાનુ કારણ હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

નિખિલ ભટ્ટ જે લોકોને નડી ગયા છે – તે લોકો હવે પૂરતુ જાેર લગાવીને ભટ્ટને ફરીથી એક્સ્ટેન્શન ન મળે તેવા પ્રયાસોમાં છે. જાેકે એન્ડ ઓફ ધીસ ઓલ કેન્દ્રમાં ટોચનાં નેતાઓ સાથેના સારા સંબંધોને કારણે અને તેમના અતિવિશ્વાસુ હોવાને કારણે નિખિલ ભટ્ટને સૌ કોઇ રેસમાં ડાર્ક હોર્સ માની રહ્યા છે. અને તેઓ ગમે ત્યારે સત્તા પર આવી શકે છે અને બદલીમાં નડી શકે છે. તેવા ડરથી તેમના વિરોધીઓ પણ ખુલ્લેઆમ નહી પણ દબાતા સૂરે વાત કરી રહ્યા છે.

એક સાંસદના મત વિસ્તારમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. આગામી લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સાંસદની સાતેય વિધાનસભા પર પક્કડથી લઇને સમસ્યાઓનું સમાધાન, લોકપ્રિયતા જેવી બાબતોને લઇને પ્રદેશ ભાજપ આંતરીક સર્વે કરાવી રહ્યુ છે. જેથી કોની ટિકિટ કન્ટીન્યું રાખવી કે કાપવી તે મુદ્દે ર્નિણય થઇ શકે છે. આવામાં જે ધારાસભ્યો-સાસંદોના મત વિસ્તારમાં અશાંત ધારો લાગુ પડે છે તેઓ પરેશાન છે. ગુજરાતમાં અંદાજે ૧૭ જેટલા ધારાસભ્યો છે જેમના મત વિસ્તારો એવા છે જેમાં અશાંતધારો લાગુ થયેલો છે.

સ્વાભાવિક પણેજ આ વિસ્તારો સાસંદ નેય લાગુ પડે છે. ભાજપના શાષનમા ભાજપનાં જ ધારાસભ્યો-સાંસદો માટે નવાઇની વાત એ છે કે, લઘુમતી સમાજની સ્કીમોના પ્લાન અશાંત ધારો લાગુ હોય એવા વિસ્તારોમાં ધડાધડ પાસ થઇ રહ્યા છે. જૂની મિલકત લે વેચ માટે અશાંત ધારાને લઇને પરમિશનો માટે મહિનાઓ અને વર્ષો કાઢતી કલેક્ટર કચેરી અને કોર્પોરેશનમાં નવી સ્કીમો ધડાધડ કેવી રીતે પાસ થઇ જાય છે તેની સૌને નવાઇ છે.

હાલ ૨૬ એ ૨૬ સાંસદો ભાજપના છે. અને સરકાર પર ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે અશાંતઘારાનું પાલન કેમ નથી કરાવી શકયાનો જવાબ નેતાઓ પાસે નથી. ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રચનાને ૧૩ વર્ષના વહાણાં વિતી ગયા છે છતાં આ શહેર પોલીસ કમિશનર વિનાનું છે. વધતી જતી વસતી પ્રમાણે પાટનગર માટે આ કચેરી મહત્વની બની ચૂકી છે છતાં સરકાર તેની વહીવટી ગૂંચના કારણે કમિશનરેટનો ર્નિણય લઇ શકતી નથી.

મહત્વનું છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણ વખત ચૂંટણી થઇ છે અને ત્રણ વર્ષ પહેલાં અંદાજપત્રમાં કમિશનરેટ કચેરીનું બજેટ ફાળવીને સંખ્યાબંધ બેઠકો પણ કરવામાં આવી છે. છતાં રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગાંધીનગરને આ કચેરી મળી શકી નથી. ગૃહ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, અમારી પાસે સેટઅપ તૈયાર છે પરંતુ સરકારી કક્ષાએથી અમને કોઇ પ્રત્યુત્તર મળ્યો નથી.

ગાંધીનગરની વસતી અને વિસ્તારમાં વધારો થયો છે. કાયદો અને વ્યવસ્થાની ઘણીવાર મુશ્કેલી ઉભી થાય છે. ગુનાખોરી પણ વધતી જાય છે આ શહેરમાં પોલીસ કમિશનરેટની આવશ્યકતા છે પરંતુ સરકાર કક્ષાએ છેલ્લા ત્રણ વર્ષથી કોઇ ર્નિણય લઇ શકાયો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.