Western Times News

Gujarati News

કેટરીનાએ ઘણુ છૂપાવ્યુ પરંતુ આખરે દેખાઈ જ ગયુ તેનુ બેબી બંપ

મુંબઈ, બૉલિવુડની ટોચની અભિનેત્રીઓ કેટરીના કૈફ હાલમાં તેની આગામી ફિલ્મ ‘ટાઈગર ૩’ને લઈને ચર્ચામાં છે. લોકો તેના એક્શન સીન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે. જાે કે, આ દરમિયાન ફરી એકવાર કેટરિના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવવા લાગ્યા છે. કેટરીના કૈફ હાલમાં જ દુર્ગા પૂજામાં ભાગ લેતી જાેવા મળી હતી. અભિનેત્રીએ લાલ રંગની સુંદર સાડી પહેરી હતી.

જાે કે, આ દરમિયાન તેની સ્ટાઈલ તરફ લોકોનું ધ્યાન સૌથી વધુ આકર્ષિત થયુ. અભિનેત્રી વારંવાર પોતાનું પેટ છુપાવતી જાેવા મળી હતી. આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે લાલ રંગની પ્રિન્ટેડ સાડી પહેરેલી જાેવા મળી રહી છે. તેણે કાળજીપૂર્વક તેના પેટ પર હાથ મૂક્યો છે. એટલું જ નહીં, તે કેમેરાની સામે પોતાના બંને હાથ વડે પેટ ઢાંકતી જાેવા મળે છે.

આ વીડિયો જાેઈને ફેન્સ ચોક્કસપણે કહી રહ્યા છે કે કેટરીના ચોક્કસપણે પ્રેગ્નન્ટ છે. આ ઉપરાંત, અભિનેત્રીની હરકતોના કારણે પણ આ અફવાએ જાેર પકડ્યુ છે, આ પછી લોકોને ફરી એકવાર કેટરીનાની પ્રેગ્નન્સી વિશે વાત કરવાનો મોકો મળ્યો છે.

કેટરીના કૈફના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી આ આગામી દિવાળીના અવસર પર સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર ૩ માં જાેવા મળશે. ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે જેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ પણ સલમાન સાથે ખૂબ જ રોમાંચક એક્શન સીન્સમાં જાેવા મળી રહી છે. ટ્રેલરમાં તેમની ટુવાલ લડાઈએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.