શિક્ષિકા નિવૃત થતાં બાળકો અને આખા ગામે વિદાય ટાણે આંસુ સાથે વિદાય આપી

નાંદીસણની શાળાના ઉપશિક્ષિકા નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો
(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નાદીસણ ગામની પ્રાથમિક શાળામાં ઉપશિક્ષિકા તરીકે ફરજ બજાવતા પુષ્પાબેન નાયી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા આજે નાદીસણ ગ્રામજનો અને શાળા પરિવારો દ્વારા તેમનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.
એકજ શાળામાં લાંબા સમય સુધી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પુષ્પાબેન નરસિંહભાઇ નાયી કાંકણોલ વાળાએ શાળા અને ગામ સાથે શિક્ષણ સાથે પારિવારિક સંબંધો એવા તો બાંધેલા કે નિવૃત્ત થતા જ સમારોહમાં શાળાના બાળકો શિળકો અને આખુંય ગામ વિદાય ટાણે આંસુ સાથે વિદાય આપી રહ્યું હતું.
આ સમારોહમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તાલુકા અને બીટ જૂથના હોદ્દેદારો શિક્ષકો તેમજ પ્રભુદાસ પટેલ સહિતના રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.