ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિ તડવીની પ્રદેશમાં મંત્રી તરીકે નિમણુંક

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા મોરચાના પ્રમુખને પ્રદેશમાં સ્થાન મળતા કોંગ્રેસ મહિલા મોરચામાં ખુશીની લહેર સાથે તેઓની નિમણુંકને આવકારી ભરૂચ કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે તેઓના સમર્થકોએ ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ હવે ધીરે ધીરે મજબૂત બની રહી છે અને તેમાં હવે કોંગ્રેસ સમિતિમાં મહિલાઓ સશક્ત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
જેમાં જીલ્લા પ્રમુખ જ્યોતિબેન તડવીને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મંત્રી તરીકેની નિમણુંક થતા જ ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જ્યોતિબેન તડવીની નિમણુંકને મહિલા સમર્થકોએ આવકારી તેઓને ફૂલહાર અર્પણ કરી તેઓને અભિનંદન પાઠવવા સાથે આવકાર્યા હતા.
પ્રથમ વખત કોંગ્રેસમાં પ્રદેશકક્ષાએ ભરૂચ જીલ્લાની મહિલા આગેવાનને હોદ્દો મળ્યો છે અને તે આજની મહિલા કોંગ્રેસ સમિતિની મહિલાઓ માટે પણ આવકારદાયક સાબિત થયો છે.