Western Times News

Gujarati News

સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં સીધી જમા થશે

OBC EBC DNT Scholarship

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો આવ્યો છે. રાજ્યની ર્સ્વનિભર (નોન ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓમાં અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ ૭૫૦૦ સહાય શાળાને આપવામાં આવતી હતી. ત્યારે હવે સરકારના આ ર્નિણયથી વિદ્યાર્થીઓ અને શાળાઓને મોટો ફટકો પડશે.

રાજ્યની ર્સ્વનિભર માધ્યમિક શાળામાં અપાતી પ્રોત્સાહન આર્થિક સહાય યોજના બંધ કરાઈ છે. શાળાને વિદ્યાર્થી દીઠ ૭૫૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. પરંતું ચકાસણીમાં આ યોજનામાં અનેક ગેરરીતિ સામે આવી હતી. જેથી તેને બંધ કરવાની પણ માંગ ઉઠી હતી. આ બાબત સરકારમાં વિચારણા હેઠળ હતી, જે અંગે હવે ર્નિણય લેવાયો છે. સરકારે ગેરરીતિ સામે આવતા આ યોજનાને બંધ કરવાનો ર્નિણય લીધો છે.

જાેકે, સરકારે માત્ર શાળાને અપાતી યોજના બંધ કરી છે, પરંતુ વિદ્યાર્થીઓને તો સહાય મળશે જ. હવે નવી યોજનામાં આ સહાય ડાયરેક્ટ વિદ્યાર્થીઓને મળશે. સરકારે વચ્ચેથી શાળાઓને હટાવી દીધી છે. ગુજરાત સરકાર નવી સ્કોલરશિપ અંતર્ગતની આ સહાય સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. આ સહાય માટે હવે શાળા માધ્યમ નહિ બને.

ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં રાજયમાં ચાલતી અનુદાન વગરની બિન સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા, શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ માટેની સુવિધામાં વધારો થાય અને એકંદરે શિક્ષણનું સ્તર સુધરે ઊંચુ આવે તે માટે ર્સ્વનિભર માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય મંજૂર કરવાની નીતિ નિયત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.