GPC કંન્સ્ટ્રક્શનના 7 ડિરેક્ટરો સામે પાલનપુર બ્રીજ મામલે ફરિયાદ દાખલ
પાલનપુર બ્રિજ ધરાશાયી મામલે ૧૧ લોકો સામે ફરિયાદ
પાલનપુર, પાલનપુરમાં બ્રિજ ધરાશાયી થવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં સદોષ માનવવધની કલમ પણ રાખવામાં આવી છે. જી.પી,સી કંન્સ્ટ્રક્શનના સાત ડિરેક્ટરો અને એન્જિનિયરો સામે ૩૦૪ કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે..હાલ ૧૧ જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરસ યોજી હતી અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી હતી.
પ્રાથમિક તબક્કો ગાંધીનગર આરએનબી વિભાગની ટેક્નિકલ ટીમે સર્વે કર્યો છે. તેમાં ક્વોલિટી કન્ટ્રોલના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેને આધારે રિપોર્ટ કરવામાં આવશે અને અન્ય આરોપીના નામ ઉમેરાય તેવી શક્યતા છે.
હાલ પોલીસ આ ઘટના અંગેના પુરાવાઓ એકત્રિત કરી રહી છે. પુરાવા મળ્યા બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આરોપી સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરશે.
બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં બે વ્યક્તિના મોત થયા છે. દુર્ઘટના સમયે રિક્ષા અને ટ્રેક્ટર દટાયા હતા. જેનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. રેલવે ફાટક નજીક અંદાજીત ૫૦ ફૂટ લાંબો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના પગલે લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.
બીજી તરફ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય અને કલેક્ટર સહિતના નેતાઓ અને અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાત લઈ ત્યાની સ્થિતિની સમીક્ષા કરી હતી.