જૂનાગઢની શ્રીજી ક્રેડિટ સોસાયટીમાં કરોડોના ઠગાઈઃ ગરીબોના કરોડો ફસાયા છતાં તંત્ર ચૂપ
જૂનાગઢની શ્રીજી ક્રેડિટ સોસાયટીના કરોડોના ઠગાઈ પ્રકરણમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ
જુનાગઢ, જુનાગઢની સહકારી સંસ્થા શ્રીજી ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના સંચાલકોને જીલ્લાના તાલુકાઓમાં ઓફીસ ખાલી ઉંચા વ્યાજ તથા વાહન લોન થાપણ સહીતની લોભામણી સ્કીમો દ્વારા હજારો લોકોના કરોડો રૂપિયા ઉઘરાવી ઉઠમણું કરતા ગરીબોની મરણ મુડી ફસાઈ છે. આ અંગે સ્થાનીક પરીણામ ન આવતા અંતે મુખ્યમંત્રીને ફરીયાદ કરી ન્યાય અપાવવા માંગણી કરી છે.
જુનાગઢ જીલ્લાના મેદરડા ખાતેથી થોડા વર્ષો પહેલા શ્રીજી ક્રેડીટ સોસાયટીની સ્થાપનાના પ્રારંભ વાહન લોનથી શરૂઆત કર્યાય બાદ સોસાયટીના સંચાલકોના જીલલાના તાલુકાઓમાં બ્રાંચો શરૂ કરી સ્ટાફને રોકી લલચામણી જાહેરાતો દ્વારા ગરીબ લોકોને આકર્ષી નાણાં એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.
છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં હજારો લોકોના કરોડો રૂપિયા એકઠા કર્યા હતા. અને સંચાલકોને જેના હાથમાં આવ્યા તે પોતાના માની અંગત ઉપયોગ કરવા લાગતા થાપણદારોને મુદતે નાણાં ચુકવી શકયા હતા. તેથી સોસાયટીની શાખ બગડવા લાગી હતી.
વાહન લોનના હપ્તાની વસુલાત અટકી ગઈ સંચાલકોમાં ફાટફુટના કારણે આ સોસાયટીની બ્રાંચો બાદ મુખ્ય કચેરીની તાળા મારવા પાડયા હતા. પરીણામે હજારો લોકોના અંદાજે રૂા.૬થી ૭ કરોડ ફસાયા હતા. આ અગે રોકાણકારોએ સંબંધીત સત્તાવાળાઓને રજુઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું ન હતું.
સોસાયટીની ઓફીસો બંધ સંચાલકો ગાયબ થઈ જતા હવે ઉઘરાણી કય કરવી તેવો સવાલ ઉભો થયોહતો. બાદમાં કેટલાક રોકાણકારો જુનાગઢ જીલ્લા કોગ્રેસ ઓફીસ પહોચ્યા હતા અને મહામંત્રી વી.ટી.સીડાની આગેવાની હેઠળ જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને ફરીયાદ કરી છે.
દરમ્યાનમાં કેટલાંક રોકાણકારોએ પોલીસ સ્ટેશનોમાં છેતરપિડી અને વિશ્વાસઘાતની ફરીયાદ કરતા સંચાલકની ધરપકડ થઈ હતી. આ સ્થિતીમાં નાના રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજયના સહકારી વિભાગે ગરીબોની વહારે આવી ન્યાય અપાવે તેવી માંગણી કરી છે.