અંબાજી GSRTC બસ ડેપોમા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
યાત્રાધામ અંબાજીને સ્વચ્છ, સુંદર રાખવા માટે જ્યાં ત્યાં પ્લાસ્ટીકની થેલીઓ અને કચરો ન ફેંકવા અપીલ કરી હતી.
(માહિતી બ્યુરો, પાલનપુર) હાલ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અભિયાન હેઠળ ઠેર ઠેર સફઇ કરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં લોકો પણ સ્વયંભૂ જાેડાઈને શ્રમદાન કરી રહ્યા છે.
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના બસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંબાજી ડેપો મેનેજરશ્રી રઘુવીરસિંહ ચૌહાણ, અંબાજી પોલીસ ઇન્સપેક્ટરશ્રી અને તથા પોલીસ સ્ટાફ અને એસ. ટી. ડેપોના કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જાેડાયા હતા.
આ અધિકારીઓ અને કર્મચારીઓએ એસ.ટી. ડેપો અને તેના આસપાસના વિસ્તારની સફાઇ કરીને યાત્રાધામ અંબાજીને સ્વચ્છ, સુંદર રાખવા માટે જ્યાં ત્યાં પ્લાસ્ટીકની થેલીઓ અને કચરો ન ફેંકવા અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઇ માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી મા અંબા ના દર્શનાર્થે અંબાજી આવતા યાત્રાળુઓ પણ સ્વયં સ્વચ્છતા જાળવે અને સ્વચ્છતાના આગ્રહી બને તો યાત્રાધામ ચોખ્ખુ- ચણાક અને રમણીય બની રહે.