Western Times News

Gujarati News

ગુરુગ્રામ પોલીસે એક કરોડના ખંડણી કેસમાં વડનગરથી RTO એજન્ટને ઝડપ્યો

બિગબોસ OTT2 વિજેતા એલ્વીસ યાદવને મેસેજ કર્યો હતો-સાકિર ઝહિર આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

મહેસાણા, બિગબોસ ઓટીટી-ર વિજેતા એલ્વીસ યાદવને વોટસએપ મેસેજ કરી રૂ.૧ કરોડની ખંડણી માગવાના કેસમાં હરિયાણાના ગુરુગ્રામની ક્રાઈમબ્રાંચની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી મહેસાણાના વડનગરથી એક યુવકને ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે.

યુ-ટયુબર અને બિગબોસ ઓટીટી-ર વિજેતા એલ્વીસ યાદવ ગત ૧૭ ઓકટોબરે વિદેશથી ગુરુગ્રામ પરત ફર્યો ત્યારે તેમના વોટસેપમાં કેટલાક મેસેજ આવ્યા હતા જેમાં રૂ.૪૦ લાખની ખંડણી માગવામાં આવી હતી અને બીજાે મેસેજ કરીને રૂ.૧ કરોડની માગણી કરાઈ હતી અને જાે તેમ નહીં કરે તો સુરતમાં આવશે ત્યારે તેને જાનથી મારી નાખશે તેવી ધમકી અપાઈ હતી. જે બાબતે તેણે હરિયાણાના ગુરુગ્રામ પોલીસ મથકે રપ ઓકટોબરે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુરુગ્રામની ક્રાઈમબ્રાંચ સેકટર-૪૦ની ટીમની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. વોટસએપ મેસેજની ટેકનિકલી તપાસ કરતં જે નંબરની વોટસેપ મેસેજ આવ્યો હતો તે ગુજરાતના વડનગરનો નંબર હોવાનું જણાયું હતું. ઉંડાણપૂર્વકની તપાસ બાદ ગુરુગ્રામની ક્રાઈમબ્રાંચ સેકટર-૪૦ની ટીમે મહેસાણા આવી જિલ્લા પોલીસ વડા તેમજ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો

અને એલસીબી- પેરોલ ફર્લો પોલીસની મદદથી વડનગરથી શકમદ સાકિર ઝહિર મકરાણી (ઉ.ર૪) નામના યુવકને આ કેસમાં ઝડપી લીધો હતો. વડનગર પોલીસને રિપોર્ટ કરી સાકિર મકરાણીને લઈ પોલીસની ટીમ ગુરુગ્રામ જવા રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે સાકિર ઝહિર આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

ગુરુગ્રામ ક્રાઈમબ્રાંચના એસીપી વરુણ દહિયાએ મીડિયા સમક્ષ જાહેર કરેલી વિગતો મુજબ સાકિર મકરાણી એલ્વીસની લાઈફસ્ટાઈલથી પ્રભાવિત થયો હતો અને રાતોરાત કરોડપતિ બનવાની ઈચ્છા ધરાવતો હોઈ આ સરળ રસ્તો લાગતો હોવાથી મેસેજ કૃયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.