Western Times News

Gujarati News

ખેડુતોને ડ્રેગન ફ્રૂટ વિશે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર થકી માહિતગાર કરાશે

૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે

રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવેલા કમલમ પાર્ક દ્વારા ખેડુતોને થશે ફાયદોઃ કમલમ પાર્કએ ખેડૂતોની આવક વધારવા અને આજીવિકાનો નવો વિકલ્પ પૂરો પાડવાનો વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટઃ

૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનના ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિરસરમાં નિર્માણ પામેલા કલમલ પાર્કને લોકો માટે ખુલ્લો મુકાશે.  રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં પ્રવાસીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.જેના થકી પ્રવાસીઓને કમલમ વિશે માહિતગાર કરવામાં આવશે.

 કમલમ પાર્કએ ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને આજીવિકાનો નવો વિકલ્પ પૂરો પાડવા માટે વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટ છે.

આ પ્રોજેક્ટમાં ડ્રેગન ફ્રૂટ કે જે ‘કમલમ’ તરીકે જાણીતુ છે તે નર્મદા નદીના ડાબા કિનારે સુંદર નર્સરી એકતાનગર ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે માહિતગાર કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર મહત્વનો ભાગ તરીકે કાર્ય કરી રહ્યું છે.જ્યાં ૯૧,૦૦૦ કમલમ છોડનું વિતરણ પણ કરાશે.નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની તેની નિકટતા તેને એકતા નગરના મુલાકાતીઓ માટે રસપ્રદ આકર્ષણ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શુષ્ક પ્રદેશમાં કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા અને તેના ફળદાયી પરિણામો પર વડાપ્રધાનની પહેલ છે.પ્રાયોગિક ધોરણે નર્મદા જિલ્લામાં આ ફળની રજૂઆત અને ભવિષ્યમાં તેના આશાસ્પદ પરિણામો પર પ્રકાશ પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.