Western Times News

Gujarati News

મેદસ્વીપણું, દારૂની આદત અને ડાયાબીટિસના દર્દીઓને લિવરના રોગો થવાનું મુખ્ય કારણ

સ્ટર્લિંગ હોસ્પિટલ્સે “લિવર ટૉક્સઃ સ્ટોરીઝ ઓફ હોપ એન્ડ કરેજ” કાર્યક્રમનું આયોજન કર્યું

અમદાવાદ, પ્રસિદ્ધ મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે ગુજરાતના અમદાવાદમાં એ.એમ.એ ખાતે, શ્રી એચ ટી પારેખ ઓડિટોરિયમમાં 29 ઓક્ટોબર, 2023ના રોજ એક કાર્યક્રમ “લિવર ટૉક્સઃ સ્ટોરીઝ ઓફ હોપ એન્ડ કરેજ”નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ લિવર કેન્સર અવેરનેસ મંથ (લિવરના કેન્સર વિશે જાગૃતિ લાવવાના મહિના) પર લિવરના કેન્સર પર જાગૃતિ લાવવા માટે આયોજિત એક મહત્વપૂર્ણ પહેલ સમાન હતો. Sterling Hospitals organized “Liver Talks: Stories of Hope & Courage” during Liver Cancer Awareness Month

“લિવર ટૉક્સ” કાર્યક્રમમાં એક પેનલે ચર્ચા કરી હતી, જેમાં પ્રતિષ્ઠિત તબીબી નિષ્ણાતો સામેલ થયા હતા. તેમાં ડૉ. ભાવિન શાહ (કન્સલ્ટન્ટ – મેડિકલ ઓન્કોલોજિસ્ટ), ડૉ. રોઝિલ ગાંધી (કન્સલ્ટન્ટ – ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ), ડૉ. હાર્દિક પરીખ (કન્સલ્ટન્ટ – ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ) અને ડૉ. ચિરાગ એન શાહ (કન્સલ્ટન્ટ – ગેસ્ટ્રો એન્ટેરોલોજિસ્ટ) સામેલ હતા. આ નિષ્ણાતોએ લીવરના કેન્સર પર તેમની પાસે ઉપલબ્ધ ઉપયોગી જાણકારીઓ, એની સારવાર વિશેની માહિતીઓ અને સૌથી વધુ મહત્વપૂર્ણ દર્દીઓની આશા અને સાહસની ગાથાઓ રજૂ કરી હતી, જેમણે લિવરના કેન્સર સામે વિજય મેળવ્યો છે અને જેઓ સર્જરી અને પ્રત્યારોપણની પ્રક્રિયામાંથી સાહસ સાથે પસાર થયા છે.

સ્ટર્લિંગ હોસ્પિટલના એમડી અને સીઇઓ ડૉ. સિમરદીપ ગિલે કહ્યું હતું કે, “એક અગ્રણી હેલ્થકેર સંસ્થા તરીકે અમે માનીએ છીએ કે લિવરના રોગોથી વધતી સમસ્યાઓ વિશે જાણકારી વધારવાની અમારી ફરજ છે અને અમે દર્દીઓને જરૂરી સાધનસામગ્રીઓ પૂરી પાડીએ છીએ, જેથી તેઓ માનસિક રીતે મજબૂત રહે. આ પેનલ ચર્ચાએ આ બિમારીઓનાં નિદાન અને સારવારમાં અત્યાધુનિક સાધનસામગ્રીઓ વિશે ચર્ચા કરી હતી.

મેદસ્વીપણું, શરાબનું અતિ સેવન જેવી જીવનશૈલીની પસંદગીઓ અને ડાયાબીટિસના દર્દી હોવાને લિવરના રોગો માટે મુખ્ય કારણ ગણાવ્યું હતું, જેમાં ફેટ્ટી લિવર અને લિવરનું કેન્સર અત્યારે વધારે સામાન્ય થઈ ગયા છે. આ રોગોમાંથી ઊભી થતી જટિલતાઓનું વહેલાસર નિદાન કરાવીને અને નિયમિત ચકાસણી થકી ટાળી શકાશે. અમારા દર્દીઓ અને પેનલિસ્ટોએ જણાવેલી આશા અને સાહસની સત્યઘટનાઓ મારફતે અમારો ઉદ્દેશ લિવર સાથે સંબંધિત બિમારીઓનો સામનો કરતાં દર્દીઓ અને તેમના પરિવારજનોને પ્રોત્સાહન આપવાનો હતો.”

ભારતમાં લિવરનાં કેન્સર સતત વધતી સમસ્યા છે. ગ્લોબોકેન 2020ના અંદાજ મુજબ, દેશમાં ટોચના 10 કેન્સરમાં લિવરનું કેન્સર સ્થાન ધરાવે છે. આંકડા જાહેર કરે છે કે, 34,743 નવા કેસો બહાર આવ્યાં હતાં, જેમાં 33,793 મૃત્યુ થયા હતા અને તમામ વયજૂથનાં 38,602 દર્દીઓનાં 5 વર્ષથી કેન્સર જોવા મળે છે. આ ચેતવણીસૂચક આંકડાઓને ધ્યાનમાં રાખીને લિવરનાં કેન્સર, તેનાં ચિહ્નો અને વહેલાસર નિદાનનાં મહત્વ વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડૉ. હિતેશ ચાવડાએ કહ્યું હતું કે, “જો લિવરનાં કેન્સરનું નિદાન વહેલાસર કે પ્રાથમિક તબક્કામાં થઈ જાય, તો મોટાં ભાગનાં કિસ્સાઓમાં લાંબા ગાળે સારું જીવન જીવવા સાથે સારવાનો વિકલ્પ પૂરો પાડી શકાશે. વિવિધ શાખાના તબીબોની ટીમ થકી સારવારનો અભિગમ સારવાની યોજનાઓ બનાવવા અને વધારે સારું પરિણામ લાવવા માટે મહત્વપૂર્ણ પરિબળ છે. આ પેનલ ચર્ચા અને નિષ્ણાતોએ આપેલી ઉપયોગી જાણકારીઓ વહેલાસર નિદાન અને લિવરનાં કેન્સરના દર્દીઓ માટે શક્ય શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં હેલ્થકેર નિષ્ણાતો વચ્ચે એ જોડાણની આવશ્યક ભૂમિકાને વ્યક્ત કરે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.