Western Times News

Gujarati News

પેરોલ જમ્પ કરી ફરાર થયેલો મોન્ટુ નામદાર રાજસ્થાનથી ઝડપાયો

ખાડિયામાં ભાજપના કાર્યકર્તાની હત્યા કરનાર આરોપીની ધરપકડ

અમદાવાદ, ખાડીયામાં બીજેપીના કાર્યકર્તાની ચકચારી હત્યા કેસના મુખ્ય આરોપી મોન્ટુ નામદારની ધરપકડ કરાઈ છે. ૨૭ જુલાઈથી આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો. પોલીસથી બચવા અવનવી ટેકનિકનો ઉપયોગ કરતો હતો. જાે કે સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસની મદદથી રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી છે. ખાડિયામાં વર્ષ ૨૦૨૨માં ભાજપના કાર્યકર્તાની હત્યા કરનાર આરોપી આખરે પોલીસ પકડમાં આવી ગયો છે.

આરોપી જુલાઈ મહિનાથી પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો અને વિવિધ ટેકનિકનો ઉપયોગ કરી પોલીસને ચકમો આપતો હતો. આખરે સાયબર ક્રાઈમે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળ રહી છે અને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જાેવા મળતો આરોપી મોન્ટુ નામદાર છે. જે હત્યાના ગુના માં વચગાળાના જામીન મેળવીને ફરાર થઇ ગયો હતો.

સાયબર ક્રાઇમની ટીમની ટેક્નિકલ એનાલિસિસ અને ખાનગી બાતમી દ્વારા ઉદયપુર નાથદ્વારા હાઇવે પરથી ઝડપી લીધો. આ હાઇવે પર પોતાની ઇનોવા ગાડીમાં પકડાયો. આરોપી મોન્ટુ નામદર હાઇકોર્ટે દ્વારા ૧૩ જુલાઈ થી ૨૬ જુલાઈ સુધી ૧૪ દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. ૨૭ જુલાઈના રોજ પરત નડિયાદ જેલ હાજર થવાનું હતું પરંતુ આરોપી જેલમાં હાજર નહિ થઈ પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો.

પોલીસ તપાસમાં આરોપી આબુ, દિલ્હી, મેરઠ, દેહરાદૂન અને રાજસ્થાનમાં છુપાયો હતો. સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી. આરોપી મોન્ટુ નામદાર પોલીસથી બચવા અવનવી ટેક્નિકના પ્રયાસ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.