Western Times News

Gujarati News

દાહોદઃ SRP જવાનોની બસ પલ્ટી ખાઈ જતા ૩૦ થી વધારે જવાનો ઇજાગ્રસ્ત

ગોધરા, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેરમાં આવેલામાં ફાયરિંગ બટ માં ફાયરિંગની તાલીમ માટે આવેલ દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા ૩૦ થી ૩૫ જેટલા એસઆરપીના જવાનો ઇજાગ્રત થયા હતા જેમાં બે જવાનોની હાલત વધુ ગંભીર હોવાને લઈને તેઓને તાત્કાલિક વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા છે. Dahod: More than 30 SRP jawans injured as bus overturns

જ્યારે અન્ય છ થી સાત જેટલા જવાનોને પણ હાલોલ નીર ખાનગી હોસ્પિટલ સહિત વડોદરા ખાતે રિફર કરવાની ફરજ પડી હોવાની માહિતી મળવા પામી છે જ્યારે બનાવને પગલે હાલોલ અને હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ સહિત તમામ સ્ટાફ હાલો રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલી ફાયરિંગ બટમાં

ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના ૧૩૧ જેટલા જવાનો આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પોલીસ બસોમાં પરત દાહોદ જવા માટે નીકળ્યા હતા ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે એસઆરપી ગ્રુપના જવાનોની એક બસની ઢાળ ઉતરતા બ્રેક ફેઈલ થઈ જતા ૪૫ થી ૫૦ જેટલા એસઆરપી જવાનો ભરેલી બસ બેકાબુ બની કોતરમાં ઉતરી જઈ પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો

જેમાં બસ પલટી ખાતા અન્ય બસોમાં સવાર એસ.આર.પી જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને અન્ય એસઆરપી બસ સહિત ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક તમામ ઇજાગ્રસ્ત અને હાલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાં ૩૭ જેટલા એસઆરપી જવાનોને ઇજા પહોંચી હતી. જેઓની તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી

જ્યારે બનાવની જાણ થતા હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરી હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા સહિત ટાઉન અને રૂલર પોલીસ સ્ટાફ પણ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો જેમાં બસના ચાલક મુકેશભાઈ વણઝારા અને અન્ય એક એસઆરપી જવાનું રાકેશભાઈ માલીવાડને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જ્યારે અન્ય ૫ થી ૬ જેટલા એસઆરપી જવાનોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે તેમજ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.