રણછોડ મહિલા મંડળ – નારણપુરા દ્વારા નૈમિષારણ્ય -ઉત્તર પ્રદેશમાં સર્વ કલ્યાણ માટે ભાગવત કથાનું આયોજન
રણછોડ મહિલા મંડળ -અંબાજી મંદિર, ચાંદની ચોક- નારણપુરા દ્વારા નૈમિષારણ્ય – કે જેનું મહત્વ શાસ્ત્રોમાં સતયુગથી છે. -ઉત્તર પ્રદેશમાં સર્વ કલ્યાણ માટે ભાગવત કથાનું આયોજન આગામી ૧૭-૨૩ એપ્રિલ ૨૦૨૦ દરમ્યાન શાસ્ત્રી જીતેષભાઈ શુકલ-માલસર- નર્મદાની વ્યાસપીઠે યોજાનાર છે . કથાનો હેતુ કોઈ નફા માટેનો કે ધંધાકિય નહિ હોવાનું મંડળના અગ્રણી ઉલ્લાસબા વાઘેલાએ જણાવ્યું છે.