Western Times News

Gujarati News

રૂ.48,782 કરોડના 70 રેલવે અને માર્ગ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી: માંડવિયા

નવી દિલ્હી,  શિપિંગ (સ્વતંત્ર હવાલો) અને રસાયણ તથા ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, વિવિધ મુખ્ય બંદરો અને નાના બંદરો સાથે કનેક્ટિવિટી વધારવા માટે ભારત સરકાર દ્વારા રૂપિયા 45883.2 કરોડની કિંમતની 55 રેલવે પરિયોજનાઓ અને રૂપિયા 2899 કરોડની 15 માર્ગ પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે.

શ્રી માંડવિયાએ માહિતી આપી હતી કે 55 રેલવે પરિયોજનાઓમાંથી રૂપિયા 1048.20 કરોડની 15 પરિયોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે અને રૂપિયા 44785 કરોડની 40 પરિયોજનાઓ હાલમાં અમલીકરણ હેઠળ છે. 15 માર્ગ પરિયોજનાઓમાંથી રૂપિયા 2592 કરોડની કિંમતની 10 પરિયોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે અને રૂપિયા 307 કરોડની 5 પરિયોજનાઓ હાલમાં અમલીકરણ હેઠળ છે.

તેમણે જણાવ્યું હતું કે, માર્ચ 2019 સુધીમાં રેલવે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી 38 રેલવે કનેક્ટિવિટી પરિયોજનાઓનો અંદાજિત ખર્ચ રૂપિયા 16403 કરોડ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં 15 માર્ગ અને 17 રેલવે પરિયોજનાઓ માર્ગ અને પરિવહન અને ધોરી માર્ગ/મુખ્ય બંદરો મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી છે જેની પાછળ કુલ અંદાજે રૂપિયા 3204.82 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.