પાંચ દિવસના બાળકને કારણે 6 બાળકોની જીંદગીમાં ફરી ઉજાસ આવ્યો
પાંચ જ દિવસનાં દિકરાનું અંગદાન કરી સેવાનાં અર્થને મજબૂત બનાવતાં ચેતનાબેન અને હર્ષભાઇ
સુરત, મૂળ અમરેલી પાસે આવેલા માળીલાનાં વતની હર્ષભાઇ, ચેતનાબેન, વ્રજભાઇ, અતુલભાઇ, રશ્મિબેને જન્મથી રડી કે હલનચલન ન કરી શકેલા પાંચ જ દિવસનાં દિકરાનું અંગદાન કરવાનો હિંમતભર્યો નિર્ણય લઇ એક નવી રાહ ચીંધી છે.
સુરતમાં હર્ષભાઇ અને ચેતનાબેન સંઘાણીની ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે મુલાકાત લીધી હતી તે સમયે સૌ કોઈની આંખો સ્હેજ ભીની થઇ ગઇ. આ પરિવારે એમનાં પાંચ જ દિવસનાં દિકરાનું અંગદાન કરી સેવાનાં અર્થને વધારે મજબૂત બનાવ્યો છે. આ પરિવારને રૂબરૂ મળી વંદન કર્યા. એ નાનકડાં દિકરાને શ્રદ્ધાંજલિ પાઠવી.
સુરતનું આ બાળક ભારતનું સૌથી નાની વયે અંગદાન કરનાર પ્રથમ અને દુનિયાનું બીજું બાળક બન્યું છે. આ બાળકને કારણે છ બાળકોની જીંદગી ફરી ઉજાસ પામી છે. આ પરિવારનાં નિર્ણયને નતમસ્તક વંદન કરું છું