Western Times News

Gujarati News

અમેરિકા ૩૬૦ કિલો ટનનો પરમાણુ બોમ્બની તૈયારી કરી રહ્યું છે

જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતા ૨૪ ગણો વધુ શક્તિશાળી -હાલમાં વિશ્વના ૯ દેશો પાસે પરમાણુ બોમ્બ છે

વિશ્વમાં અમેરિકા સૌથી મોટું અને વિકસિત અર્થતંત્ર માનવામાં આવે છે. હાલમાં વિશ્વ યુદ્ધ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. યુદ્ધ કરતાં પણ વધુ ભયંકર પરમાણુ બોમ્બ છે. દરમ્યાન વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકા જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતા પણ વધુ શક્તિશાળી બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. US announces new nuclear bomb 24 times more powerful than one dropped on Japan: Report

અમેરિકન મીડિયા મુજબ આ બોમ્બ ૨૪ ગણો વધુ શક્તિશાળી હશે. યુદ્ધમાં દેશો એકબીજા પર હુમલા કરે તેમાં અસ્કયામતો નુકસાન થાય છે તો માણસો ઘાયલ થાય છે અને મૃત્યુ પામવા જેવી ઘટના પણ બને છે.

ત્યારે પરમાણુ બોમ્બ અન્ય દેશ પર હુમલા માટે સૌથી શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. પરમાણુ હુમલામાં તત્કાલ હજારો લોકોના મૃત્યુ થાય છે. આવનારી પેઢીઓ પર પણ આ બોમ્બની અસર જાવા મળે છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર ફેંકવામાં આવેલ પરમાણુ બોમ્બની અસરના પગલે આજે પણ કેટલાક લોકો સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી જ અણુ બોમ્બને સૌથી શક્તિશાળી હથિયાર સાથે સામૂહિક વિનાશકર્તા પણ કહી શકાય.

હાલમાં વિશ્વના ૯ દેશો પાસે પરમાણુ બોમ્બ છે. જેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઈઝરાયેલ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.
અમેરિકન મીડિયા અનુસાર અમેરિકા વધુ શક્તિશાળી પરમાણુ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી તે મુજબ પેન્ટાગોને નવા બોમ્બની મંજૂરી અને ફંડિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

નવો બોમ્બ પરમાણુ ગુરુત્વાકર્ષણ બોમ્બનું આધુનિક સંસ્કરણ હશે, જેનું કોડનેમ મ્૬૧-૧૩ છે. અમેરિકાના અવકાશ સંરક્ષણ નીતિના ડેપ્યુટી સેક્રેટરી જાન પ્લમ્બે એક નિવેદનમાં કહ્યું કે બદલાતા સુરક્ષા વાતાવરણ અને વિરોધીઓના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ આ તૈયારી શરૂ કરી છે. તેમજ યુનાઇટેડ સ્ટેટ્‌સની જવાબદારી છે કે તે પરિસ્થિતિની સમીક્ષા કરવાનું ચાલુ રાખે અને સંભવિત જાખમોને અટકાવે અને જા જરૂરી હોય તો જવાબી કાર્યવાહી કરે.

અમેરિકા પરમાણુ બોમ્બની તૈયારી કરી રહ્યું છે તેનું વજન ૩૬૦ કિલોટન હશે અને જે જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતા ૨૪ ગણો મોટો હશે.. હિરોશિમામાં પર ફેંકવામાં આવેલ બોમ્બનું વજન ૧૫ કિલો ટન હતું. નવો બોમ્બ જાપાનના નાગાસાકીમાં છોડવામાં આવેલા બોમ્બ કરતા ૧૪ ગણો મોટો હશે. નાગાસાકીમાં ફેંકવામાં આવેલો બોમ્બ ૨૫ કિલોટનનો હતો. આ ઉપરાંત, નવા બોમ્બમાં વધુ સારી આધુનિક સુરક્ષા અને ચોકસાઈ પણ હશે.

તાજેતરમાં જ અમેરિકાએ નેવાડામાં પરમાણુ સ્થળ પર પરીક્ષણ કર્યું છે. અમેરિકાએ નવો પરમાણુ બોમ્બ બનાવવાની આ જાહેરાત એવા સમયે કરી જ્યારે નેવાડામાં પરમાણુ સ્થળ પર પરીક્ષણ કરવામાં આવ્યું. રશિયા પણ ૧૯૬૬ની સંધિમાંથી બહાર આવી ગયું છે. ત્યારે હવે દુનિયાની નજર આ દેશો પર રહેશે. કેમકે બંને દેશો અત્યારે યુદ્ધમાં સામેલ વિરુદ્ધ દેશોને ટેકો આપી રહ્યા છે. આથી જ આગામી સમય દુનિયા માટે વધુ ખતરનાક બની રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.