પાનોલીના ભરણ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
વિદેશી દારૂ, કાર,મોટર સાયકલ અને મોબાઈલ મળી ૧,૦૯,૮૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આગામી તહેવારો નિમિત્તે ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને દારૂ જુગારની બદી નાબુદ થાય તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓ તરફથી પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ જેના અનુસંધાને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.ટોરાણી ટીમ સાથે અંક્લેશ્વર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન બાતમી મળેલ કે ભરણ ગામ પારડી વગા તરફથી એક ફોર વ્હિલ ગાડીમાં તરીયા ગામનો અજય હસમુખ પટેલ તથા સજાેદ ગામનો અમીત ધનસુખ કટારીયા ઈંગ્લીશ દારૂ ભરીને ભરણ ગામ તરફ આવે છે અને સદર ગાડીનું પાયલોટીંગ બાઇક ઉપર ભરણ ગામનો મુકેશ અર્જુન વસાવા કરે છે.એલસીબી ની ટીમે મળેલ બાતમીના આધારે ભરણ ગામની સીમ માંથી સદર ગાડીને ઝડપી લઈને તેમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલ નંગ ૩૫૩ કિંમત રૂપિયા ૫૪,૮૦૦ નો મુદ્દામાલ ઝડપી લઈને
બે ઈસમોને પકડી લઇને અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરીને પાનોલી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો. એલસીબીની ટીમે આ ગુના હેઠળ મુકેશભાઈ અર્જુનભાઈ વસાવા રહે.ભરણ ગામ નવાપરા તા.અંક્લેશ્વર જી.ભરૂચ અને રાજેશભાઈ ખુમાનભાઈ વસાવા રહે.નવા તરીયા નહેર ફળિયુ તા.અંક્લેશ્વર જી.ભરૂચનાને ઝડપી લઈને અન્ય બે ઈસમો અજયભાઈ હસમુખભાઈ પટેલ
રહે.નવા તરીયા તા.અંક્લેશ્વર જી.ભરૂચ અને અમીતભાઈ ધનસખભાઈ કટારીયા રહે.સજાેદ ગામ તા.અંક્લેશ્વર જી.ભરૂચનાને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે આ ગુના અંતર્ગત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો,ફોર વ્હિલર ગાડી,એક મોટર સાયકલ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૦૯,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.