મોટા ભાઈ સાથે મળી પ્રેમીએ લિવ ઈન રિલેશનશિપમાં રહેતી યુવતિનું ગળું દબાવી હત્યા કરી

પ્રતિકાત્મક
સોશ્યલ મીડિયાથી ઓળખાણમાં આવેલા પ્રેમીના મોટા ભાઈએ યુવતીનું ગળું દબાવ્યું અને પ્રેમીએ પગ પકડી રાખ્યા હતાઃ પોલીસે સમગ્ર હત્યાના મામલાનો પર્દાફાશ કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતી યુવતી હત્યા પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે.યુવકના મોટા ભાઈએ યુવતીનું ગળું દબાવી અને નાના ભાઈએ પગ પકડી હત્યા કરી નાખી હતી.તેના મૃતદેહને કોથળામાં બાંધી અન્ય મિત્રોની મદદથી કમલમ તળાવમાં પથ્થર બાંધી ફેંકી દેવામાં આવી હતી.જેનો ભાંડો ફૂટતા પોલીસે મોટા ભાઈ અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
સોશ્યલ મીડિયાથી ઓળખાણમાં આવેલા સૌરભ ગંગવાણી અને મયુરી ભગત છેલ્લા અઢી વર્ષથી અંકલેશ્વરમાં લિવ ઈન રિલેશનશિપમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા.છેલ્લા દોઢ માસથી તેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળમાં ભાડે મકાન રાખીને રહેતા હતા.જાેકે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હોય બંનેને સમજાવવા સૌરભના મોટા ભાઈ સંજય ગંગવાણીએ ૯ મી ઓક્ટોબર ૨૦૨૩ સવારના ૧૦ વાગ્યે પોતાના ઘરે બોલાવ્યા હતા.
જ્યાં તેની સાથે રહેતા અન્ય મિત્રોને તેણે બહાર મોકલી આપ્યા હતા.જે બાદ સંજયે મયુરીને ઝઘડા નહિ કરવા અને શાંતિથી રહેવા સમજાવી હતી.પરંતુ મયુરી નહિ સમજીને સંજયની સામે બોલતી હતી.જેથી સંજય ઉશ્કેરાઈ મયુરીનું ગળું દબાવી દીધું હતું જયારે સૌરવે મયુરીનું પગ પકડી રાખ્યા હતા.જાેકે તેમ છતાંય તે નહિ મરતા સંજયે તેના ગમછા વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ત્યાર બંને ભાઈઓએ મયુરીને નયલોનની દોરીથી બરાબર બાંધી કોથળામાં બાંધી મન ઉર્ફે ગોલું તુકારામ વેરેકર નામના મિત્રની મદદ લઈ બાઈક પર કોથળામાં લાશને લઈને રામકુંડ કમલમ તળાવ પહોંચી ભરથરી ઉર્ફે બદ્રી નામના અન્ય ઈસમની મદદથી મોટા પથ્થર વડે કોથળા ઉપર બાંધી મયુરીને મૃતદેહને કમલમ તળાવમાં ફેંકી પલાયન થઈ ગઈ હતાં.
જે અંગેની ગતરોજ હેડ કોન્સ્ટેબલને મળેલી માહિતી પોલીસને માહિતી મળતા સમગ્ર હત્યા કાંડનો ભાંડો ફૂટ્યો હતો.પોલીસે સંજય અને મન ઉર્ફે ગોલુને ઝડપી પાડી તેમણે બતાવેલા સ્થળ પરથી મયુરીના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક લેબમાં મોકલી આપી સૌરભ ગંગવાણી અને ભરથરી ઉર્ફે બદ્રીને વોન્ટેડ જાહેર કરી અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપી પાડવાની તજવીજ હાથધરી હતી.જાેકે પોલીસને હજીય મયુરી ભગતના પરિવારજનો નહિ મળતા પોલીસ તેના પરિવારજનોની શોધખોળ આદરી રહી છે.