Western Times News

Gujarati News

અવારનવાર વાહન ચાલકોને હેલ્મેટ માટે દંડ કરવાં છતાં ન સમજતાં પોલિસે ઉઠાવ્યું આવું પગલું

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરાયા

(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે હેલ્મેટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નવતર પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલના હસ્તે ટ્રાફિકની અવેરનેસને લઈને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જાેકે હિંમતનગર શહેરમાં જાહેર રસ્તા પર ટ્રાફિકને લઈને બાઈક ચાલકોને કોઈ અકસ્માતની ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રાફિકના નિયમને લઈને દંડ કરવાને બદલે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં બાઇક ચાલકો હેલ્મેટ ના પહેરવાના કારણે ઘણા બાઈક ચાલકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે. જાેકે પોલીસ દ્વારા અવારનવાર બાઇક ચલાકોને હેલ્મેટ પહેરવા માટે જાણ કરવામાં આવે છે.

છતાં બાઇક ચાલકો બેફામ બાઈક ચલાવીને અકસ્માત ના કારણે મૃત્યુ પામતા હોય છે. જેને લઈને જિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા હતા. ૧૦૦ જેટલા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

સાથે હેલ્મેટ ફરજિયાત પહેરવાની સૂચનાઓ આપી હતી. હેલ્મેટ વિતરણ નું સમગ્ર સંચાલન હિંમતનગર હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એસ. જે. પંડ્યા તથા પી.એસ.આઇ વિમલ ચૌહાણ. એ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.