Western Times News

Gujarati News

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કપડવંજ પીપલ્સ બેંકની મુલાકાત યોજાઈ

પીઆર મુખી હાયર સેકન્ડરી સ્કુલ ના ધોરણ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓની શૈક્ષણિક વિષય અંતર્ગત પ્રેક્ટીકલ જ્ઞાનમાં વધારો કરવા માટે બેંકની મુલાકાત યોજવામાં આવી હતી. (PR Mukhi Highschool students visits Kapadvanj Peoples Bank)  જેમાં કપડવંજ પીપલ્સ બેંકના મેનેજર સાહેબ શ્રી દીપકભાઈ શાહ, (Branch Manager Dipak Shah and Raju Parikh teached banking system) રાજુભાઈ પરીખ દ્વારા બાળકોને બેંકની વિસ્તૃત માહિતી આપવામાં આવી.

જેમાં બાળકોને NEFT/ RTGS, NET BANKING અને લોકર તથા KYC વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ ઉલ્લાસભેર જોડાયા હતા સંસ્થાના આચાર્યશ્રી રમેશભાઇ જાદવ શિક્ષક હાફીઝભાઈ વિનયભાઈ કિંજલભાઈ ઉમેશભાઈ મનિષાબેન સર્વે સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડૉ બંકિમભાઈ શાહ સાહેબ તથા ટ્રસ્ટીગણે આ કાર્યક્રમ સફળ થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.