Western Times News

Gujarati News

ટ્રાફિક કર્મી સાથે રકઝક કરી તો દંડ થશે

પ્રતિકાત્મક તસવીર

શહેરમાં ટ્રાફિક પોલીસના અણઘડ આયોજનથી વાહનચાલકો પરેશાનઃ આંબાવાડીમાં સતત ટ્રાફિકજામથી પરિસ્થિતિ વણસી

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાંથી હેલમેટમાં મુકિત આપવામાં આવી હતી જેના પરિણામે વાહન ચાલકોએ રાહત અનુભવી છે પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનો કડકાઈથી અમલ કરવા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહયા છે જેના પરિણામે શહેરમાં ઠેરઠેર ટ્રાફિક સિગ્નલો તથા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પુરજાશમાં ચાલી રહી છે

શહેરના કેટલાય વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ લગાવ્યા પછી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહયા છે. તો બીજીબાજુ ટ્રાફિક પોલીસના અણઘડ આયોજનના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

શહેરના આંબાવાડી વિસ્તારમાં ૧૦૦ મીટરની અંદર જ ત્રણ ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવતા સતત ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહયા છે પરંતુ સીસીટીવી કેમેરા લગાડયા બાદ ટ્રાફિક પોલીસને વાહનચાલકોની કોઈ પરવા જ હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહયા છે અને હવે ટ્રાફિક પોલીસ દ્વારા જા કોઈ વાહનચાલક ટ્રાફિક કર્મચારી સાથે રકઝક કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે ચાર રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાડયા બાદ ટ્રાફિક પોલીસ જાવા જ મળતી નથી

અને ટ્રાફિક નિયમન રામભરોસે થતું હોય છે. સીસીટીવી કેમેરાથી ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ઈ મેમો મોકલવામાં આવે છે પરંતુ ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પર ઉભા રહેવાના બદલે ખુણા પર ઉભી રહેતી જાવા મળે છે. અમદાવાદ શહેરમાં હેલ્મેટમાંથી  મુક્તિ  મળ્યા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા હવે અન્ય ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ કરાવવામાં આવી રહયો છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ તેનો અમલ કરાવવામાં આવતો હોવાની ચર્ચા ચાલી રહી છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે જયાં કોઈ ટ્રાફિક નિયમન જેવુ જાવા મળતું નથી અને પોલીસ પણ ત્યાં ફરકતી નથી. માત્ર પશ્ચિમના વિસ્તારોમાં જ ટ્રાફિક નિયમનનો અમલ કરાવાતો હોય તેવો આક્ષેપ થઈ રહયો છે. આ પરિસ્થિતિમાં  હવે ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ રસ્તાઓ ઉપર પણ ટ્રાફિક નિયમન કરવાના બદલે ટ્રાફિક સિગ્નલો લગાડી સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

શહેરના આંબાવાડી વિસ્તારમાં છડાવાડ પોલીસ ચોકીની સામે દબાણો તથા ગેરકાયદેસર પા‹કગના કારણે પસાર થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ દરમિયાનમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આવતા હવે આ રસ્તા પર સતત ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહયા છે. પોલીસના અપઘડ આયોજનથી આ પરિÂસ્થતિ સર્જાઈ છે જેના પરિણામે હવે લોકો આંબાવાડી વિસ્તારમાંથી પસાર થવાનું ટાળી રહયા છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા તથા મ્યુનિ. કોર્પો. દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનના કડક અમલ માટે પોલીસ તંત્ર દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશથી ગરીબ અને મધ્યમવર્ગના વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે એટલું જ નહી પરંતુ હવે આ નિયમોનો વધુ કડકાઈથી અમલ કરવામાં આવનાર છે અને જે કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કરશે તેની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.

એટલું જ નહી પરંતુ ચાર રસ્તા પર ખુણામાં ઉભેલી ટ્રાફિક પોલીસ જા કોઈ વાહનચાલકને અટકાવશે અને વાહનચાલક તેની સાથે રકઝક કરશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

શહેરના ચાર રસ્તાઓ ઉપર રસ્તા ઉપર ઉભા રહેવાના બદલે ખુણામાં ઉભી રહેતી ટ્રાફિક પોલીસની કામગીરીથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે કે આ ટ્રાફિક પોલીસ છે કે કોણ છે તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. જેના પરિણામે પોલીસની કામગીરી ઉપર પણ હવે લોકો ચર્ચા કરતા જાવા મળી રહયા છે.

ટ્રાફિક નિયમન માટે વાહનચાલકોને સમજણ આપવાના બદલે તેની પાસેથી દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી રહી છે એટલું જ નહી પરંતુ શહેરના આંબાવાડી સી.એન. વિદ્યાલય પાસે ત્રણ રસ્તા પર ટ્રાફિક સિગ્નલ દેખાતુ પણ નથી તેની આગળ ઝાડ હોવાથી અનેક લોકો ટ્રાફિક સિગ્નલ તોડી પસાર થઈ જાય છે અને આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટ્રાફિક સિગ્નલ પાસેની અડચણો દુર કરવાના બદલે વાહનચાલકોને દંડવાની આ કામગીરીથી લોકોમાં રોષ જાવા મળી રહયો છે. ટ્રાફિક પોલીસની અણઆવડત અને અણઘડ આયોજનથી વાહનચાલકો દંડાઈ રહયા હોવાનો આક્ષેપ હવે થવા લાગ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.