પંચમહાલના ગોદલી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ભોદુભાઈ ચંદ્રાભાઈ બારીયા નામના વ્યક્તિના ખેતરમાંથી ૨૮.૯૦ કિ.ગ્રાના લીલા ગાંજાના છોડ ઝડપાયા છે.
જેમાં પોતાના ભોગવટા ખેતરમાં ગાંજાનું વાવેતર કરી તેની માવજત કરતા હોવાની ચોક્કસ બાતમી એસઓજી શાખાને મળી હતી. જે બાતમીના આધારે ભોદુભાઈ ચંદ્રાભાઈ બારીયા નામના વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યમા નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે. તેમ છતાં અવાર નવાર રાજ્યમાં નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે.
પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ભોદુભાઈ ચંદ્રાભાઈ બારીયા નામના વ્યક્તિના ખેતરમાંથી ૨૮.૯૦ કિ.ગ્રાના લીલા ગાંજાના છોડ ઝડપાયા છે. ગોધરા એસઓજી એ બાતમીના આધારે ખેતરમાં રેડ કરતા પ્રતિબંધિત ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. રૂપિયા ૨,૮૯,૦૦૦ કિંમતના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિકની ગોધરા એસઓજી એ ધરપકડ કરી હતી.
આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.પટેલએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે કાચલી ખાઈ ફળિયામાં રહેતા ભોદુભાઈ ચંદ્રાભાઈ બારીયા પોતાના ખેતરમાં ગાજાનું વાવેતર કરી રહ્યો છે. તેવી બાતમી મળી હતી.
જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ૪૭ નંગ ગાજાના છોડ જેનું વજન ૨૮.૯૦ કિલોગ્રામ જેની કિંમત રૂ.૨,૮૯,૦૦૦નો મુદ્દામાલ સાથે ભોદુભાઈ ચંદ્રાભાઈ બારીયા અટકાયત કરી વધુ તપાસ અર્થે રાજગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.