કેનેડામાં કાયમી વસવાટ કરવાનું વિચારતા હોવ તો વાંચી લો
૨૦૨૬થી કાયમી ઈમિગ્રન્ટ્સ નહીં વધારવા કેનેડાનો ર્નિણય
ટોરેન્ટો, દર વર્ષે કેનેડામાં સ્થાયી થવા માટે લોકો સપનું જાેતા હોય છે તેમા પણ ભારતમાંથી કેનેડા સ્થાયી થતા લોકોની સંખ્યા ઘણી વધારે છે ત્યારે હવે કેનેડામાં કાયમી રહેવાસી બનાવનું સપનું જાેનારાને એક મોટો ઝટકો લાગી શકે છે. કેનેડાની સરકારે ૨૦૨૬થી કાયમી ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારો નહીં કરવાનો ર્નિણય કર્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર, કેનેડા સરકાર ૨૦૨૪માં ૪,૮૫,૦૦૦ પરમેનન્ટ રેસિડેન્ટને તેમજ ૨૦૨૫માં આ સંખ્યા વધારીને પાંચ લાખ સ્થાયી કરવાનું લક્ષય છે. જાે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને અસ્થાયી કામદારો માટે અન્ય શ્રેણીઓમાં ફેરફારો કરવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર, ઇમિગ્રેશનમાં થયેલા વધારાના કારણે કેનેડાના ઘરોમાં મુશ્કેલી થઇ રહી છે.
દેશમાં ઇમિગ્રેશનના વધારાથી સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓમાં ધટાડો અને વધતી મોંઘવારી સંકટ ઉભું કરી રહ્યું છે. આ કારણે કેનેડિયન નાગરીકો આ વાતને લઈ નારાજગી વ્યક્ત કરી છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, આવાસ, આરોગ્ય અને અન્ય પાયાની સુવિધાઓ પર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
એક ઇન્સ્ટિટ્યૂટના રીપોર્ટમાં સામે આવેલા સરવેમાં જાેવા મળ્યું કે, કેનેડાના નાગરિકો દ્વારા વધતી જતી વસતીને લઈ પ્રશ્ન ઉઠવામાં આવી રહ્યો છે. સરવેમાં ૧૦ માંથી ૪ લોકો એટલે કે ૨૧ થી ૨૩ ટકા લોકો કહે છે કે કેનેડામાં વધતા ઈમિગ્રેશનથી મુશ્કેલીમાં વધારો થાય છે.