BIMTECH એ જેબી બોડા ગ્રૂપના ચેરમેન અતુલ ડી. બોડાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કર્યો
ભારતની અગ્રણી બી-સ્કૂલોમાંની એક બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ ટેક્નૉલૉજી (BIMTECH)એ મુંબઈમાં 7મી BIMTECH વીમા સંમેલનનું આયોજન કર્યું હતું. આ ઈન્સ્યોરન્સ કોલોક્વિઅમ “સસ્ટેનેબલ વેલ્યુ ચેઇનનું વિસ્તરણ: પ્રોપર્ટી અને અકસ્માત, આરોગ્ય અને જીવન વીમા પર ક્લાઈમેટ ચેન્જની અસર” થીમ પર આધારિત હતી. આબોહવા પરિવર્તન, વીમા અને ટકાઉપણું વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધ વિશે રસપ્રદ અને જ્ઞાનવર્ધક ચર્ચા-વિચારણા થઈ હતી. BIMTECH awards Lifetime Achievement Award to Shri Atul D. Boda, Group Chairman of all the J. B. Boda Group of Companies
BIMTECHના ડિરેક્ટર ડૉ. એચ. ચતુર્વેદીએ ઈન્સ્યોરન્સ કોલોક્વિઅમનો પ્રારંભ કરતાં સંબોધન આપ્યું હતું. બાદમાં જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ-કમિટીના મેમ્બર એક્ઝિક્યુટીવ તેમજ ઈન્ટરનેશનલ કન્ઝ્યુમર પોલિસી એક્સપર્ટ પ્રો. બેજોન કુમાર મિશ્રાએ થીમને સંબોધિત કરી હતી. ત્યારબાદ એલઆઈસી ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રી એમ.આર. કુમારે મહત્વના બિંદુઓને આવરી લેતી આકર્ષક સ્પીચ આપી હતી.
ભારતના વીમા બજારની વર્તમાન પરિસ્થિતિ અંગે મહત્વની માહિતી આપતો “ઇન્ડિયા ઇન્સ્યોરન્સ રિપોર્ટ”નું વિમોચન કર્યું હતું. જે ઈવેન્ટના મુખ્ય અંશો પૈકી એક હતો.
જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ-કમિટીના મેમ્બર એક્ઝિક્યુટીવ તેમજ ઈન્ટરનેશનલ કન્ઝ્યુમર પોલિસી એક્સપર્ટ પ્રો. બેજોન કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, “આજના જમાનામાં આપણે ટકાઉપણું, ઈનોવેશન અને દરેક વ્યક્તિની સુખાકારીને પ્રાથમિકતા આપવી જોઈએ. ચાલો એક સાથે મળી, તમામ સ્ટેકહોલ્ડર્સની સલાહ લઈ એક એવું ભવિષ્ય બનાવો જ્યાં કોઈ પાછળ ન રહે. આપણે મહત્વાકાંક્ષી ધ્યેયો હાંસલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, યાદ રાખો, સફળતા માટે કોઈ શોર્ટકટ નથી, અને ગ્રાહકનો આનંદ અને સંતોષ તેની ચાવી છે. આપણી પાસે પડકારોને દૂર કરવાની અને તમામ માટે હેલ્થકેર સસ્તું બનાવવાની શક્તિ છે. ચાલો, ભારત અને વિશ્વ માટે સાથે મળીને કામ કરવા, ઈનોવેશન લાવવા અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો સંકલ્પ લઈએ.”
LIC ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રી એમ.આર. કુમારે જણાવ્યું હતું , “પ્રોપર્ટી કવરેજની અસ્પષ્ટતા અને વ્યાપારમાં મોટા પડકારોને લીધે નુકસાન, અન્ય ખોટ સાથે ક્લાઈમેટ ચેન્જ પણ વીમા ઉદ્યોગને નોંધપાત્ર રીતે અસર કરશે. ભારત આબોહવા-પ્રેરિત પૂર અને ગરમીના તણાવ માટે સૌથી વધુ સંવેદનશીલ દેશોમાંનો એક છે. દરિયાઈ સપાટી વધવાને કારણે મુંબઈ શહેરને 2050 સુધીમાં 49થી 50 અબજ ડોલરનું આર્થિક નુકસાન થઈ શકે છે. વીમાદાતાઓએ ભૌતિક અને ટ્રાન્સિશન જોખમોને એકીકૃત કરી અસરકારક રીતે સંચાલિત કરવાના માર્ગો શોધવા જોઈએ. નીતિ નિર્માતાઓએ વીમા કંપનીઓને જ્યાં આર્થિક રીતે અસંભવ હોય ત્યાં કવરેજ વધારવાની જરૂર પડી શકે છે.”
જે.બી. બોડા ગ્રૂપ ઓફ કંપનીઝના ગ્રૂપ ચેરમેન અતુલ ડી. બોડાએ જણાવ્યું હતું કે, “80 વર્ષના સમર્પિત કાર્ય દ્વારા, મને જે.બી. બોડા ગ્રૂપની વૃદ્ધિ અને સફળતાનો સાક્ષી બનવાનો મોકો મળ્યો છે, જે એક નોંધનીય ટીમના સામૂહિક પ્રયાસોથી શક્ય બન્યુ છે. હું અમારા તમામ ક્લાયન્ટ્સ, સ્ટેકહોલ્ડર્સ અને ખાસ કરીને મારા જીવન સાથી અને પરિવારના સભ્યોના અતૂટ સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માનું છું. BIMTECH તરફથી આ માન્યતાના પરિણામે નવી ઊર્જા અને ઉત્સાહ સાથે, હું મારી સફર ચાલુ રાખવા માટે આગળ વધીશ. અને આવનારા વર્ષોમાં ઘણી પ્રગતિ કરવા પ્રોત્સાહિત કર્યા છે.”
BIMTECH ખાતે PGDM-IBMના પ્રોફેસર અને ચેરમેન, એસડબ્લ્યૂએસએસના ડીન અને ચાર્ટડ ઈન્સ્યોરર પ્રો.(ડૉ.) અભિજીત કે ચટ્ટોરાજે પ્રથમ સેશનમાં મધ્યસ્થી તરીકે અંડરરાઈટિંગમાં નેટ ઝીરો ટ્રાન્ઝિશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. પેનલે આબોહવાના જોખમોને કારણે થતા નુકસાનમાં કેવી રીતે ઘટાડો કરવો તે અંગે ચર્ચા કરી હતી. આ જોખમમાંથી પણ તકોની શોધ કરતાં પ્રોપર્ટી અને આકસ્મિક અન્ડરરાઇટર્સે વ્યૂહાત્મક રીતે કામ કરવા સલાહ આપી હતી. અન્ડરરાઇટર્સે તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે પોર્ટફોલિયોને સમાયોજિત કરવો આવશ્યક ગણાવ્યો હતો.
ત્રણ સેશનમાંથી પ્રથમ સેશનમાં “ક્લાઇમેટ ચેન્જ, ઇન્સ્યોરન્સ અને સમાવેશ” વિશે ચર્ચા હતી. જ્યારે બીજું સેશન “ઇનોવેશન ઇન ઇન્સ્યોરન્સ અને ક્લાઇમેટ ચેન્જ” પર કેન્દ્રિત હતું અને છેલ્લું સેશન “જીવન અને આજીવિકા માટે ઈન્સ્યોરન્સ અને કન્ઝ્યુમર”ની થીમ પર આધારિત હતું.
જે.બી. બોડા ગ્રૂપ ઓફ કંપનીઝના ગ્રૂપ ચેરમેન શ્રી અતુલ ડી. બોડાને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરી આ સંમેલનનું સમાપન કરવામાં આવ્યું હતું. તેમણે એવોર્ડ સ્વીકારતી વખતે આબોહવા-સંબંધિત પડકારોનો સામનો કરવા માટે ઉદ્યોગની પ્રતિબદ્ધતા વિશે સ્પીચ આપી હતી.