Western Times News

Gujarati News

વૈવિધ્યકરણ માટેનો સુવર્ણ માર્ગ: આ ધનતેરસમાં તમારા પોર્ટફોલિયોમાં સોનાની ભૂમિકાનું ડીકોડિંગ

Gold Silver

વૈભવ જૈન દ્વારા, કોન્ટેન્ટ અને શિક્ષણના વડા, Share.Market (PhonePe વેલ્થ) (By Vaibhav Jain, Head of Content & Education, Share.Market (PhonePe Wealth) -રોકાણની દુનિયામાં, એક શબ્દ સર્વોપરી છે – વૈવિધ્યકરણ. તે એક અવી વ્યૂહરચના છે જેને નિષ્ણાતો અને શિખાઉ લોકો બન્ને દ્વારા સમાન રીતે ટ્રાય અને ટેસ્ટ કરવામાં આવી છે. પણ આ બધું શું છે, અને સોનું આ સમીકરણમાં કેવી રીતે બંધબેસે છે? ચાલો, એ જાણવા માટે રોકાણના વૈવિધ્યકરણની દુનિયાની એક ઝાંખી જોઈએ અને સમજીએ કે આમાં સોનું કેવી રીતે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

રોકાણના વિકલ્પની પસંદગી કરવા માટે એસેટના વિવિધ વર્ગો છે, અને દરેક તેના અનન્ય રિસ્ક અને રિટર્ન પ્રોફાઇલ સાથે આવે છે. આ એસેટ વર્ગોમાં ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ, રિયલ એસ્ટેટ અને સદા-ચમકતો સ્ટાર, સોનું વગેરેનો સમાવેશ થાય છે.  ધ્યાન આપવા જેવો એક ખાસ નિયમ એમ છે કે: જોખમ જેટલું ઊંચું હોય, રિટર્ન તેટલું જ વધારે મળવવાની સંભાવના હોય છે.

સોનું, એક એવું ટેન્જિબલ એસેટ છે, જે સદીઓથી રોકાણકારોને આકર્ષે છે. તેનું આકર્ષણ માત્ર નાણાંકીય લાભ માટે જ નહીં પણ તેથી વધારે હોય છે, કારણ કે ઘણા બધા ભારતીય ઘરોમાં, ખાસ કરીને સ્ત્રીઓને સોનાના દાગીના ખૂબ જ પ્રિય હોય છે. પણ જ્યારે તમારા પોર્ટફોલિયોને ઑપ્ટિમાઇઝ કરવાની વાત આવે છે, ત્યારે તે માટે તમારે કેટલું સોનું રાખવું જોઈએ?

નિષ્ણાંતો ઘણીવાર તમારા રોકાણ પોર્ટફોલિયોમાં સોના માટે 5-10% ફાળવણીનું સૂચન કરતા હોય છે, ત્યારે અમે અમારા પોર્ટફોલિયોમાં કોઈ ‘આદર્શ’ સોનાની ફાળવણી કરી શકાય કે કેમ તે જાણવા માટે અમે ઐતિહાસિક ડેટાનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે.

વાચકોએ નોંધ લેવી જોઈએ કે ‘આદર્શ’ ફાળવણી રોકાણકારોની રિસ્ક પ્રોફાઇલ તેમજ તમે જે સમયમર્યાદા ધ્યાનમાં લો છો તેના આધારે નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. આપણે અહીં ધારીએ છીએ કે આપણે બૅલન્સ્ડ રિસ્ક પ્રોફાઇલ વિશે વાત કરી રહ્યાં છીએ, તો અમારું 20-વર્ષનું વિશ્લેષણ સોનામાં 20-25%ની ફાળવણી કરવાનું સૂચન કરે છે જેના પરિણામે રિસ્કના યૂનિટ દીઠ શ્રેષ્ઠ રિટર્ન મળે છે (સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા માપ્યા પ્રમાણે), જ્યારે 15-વર્ષના વિશ્લેષણનો દૃષ્ટિકોણ આશરે 10-15% ફાળવણીનો સુઝાવ આપે છે. આ ડાઇનૅમિક રેન્જ દર્શાવે છે કે સોનાની ફાળવણી માટે કોઈ ફિક્સ્ડ ટકાવારી નથી; અને મોટેભાગે તે તમારા રોકાણ અને તમારી રિસ્ક પ્રોફાઇલ પર જ નિર્ભર હોય છે.

નોંધનીય બાબત એમ છે કે સોનું સામાન્યપણે ઇક્વિટી સાથે નેગેટિવથી લઈને નૉન-એક્ઝિસ્ટન્ટ કોરિલેશન દર્શાવે છે. નીચેનો ચાર્ટ દર્શાવે છે કે જ્યારે ઇક્વિટી માર્કેટમાં, Nifty 50 દ્વારા માપવામાં આવતા, ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારે તે જ સમયગાળા દરમિયાન, સોનાએ ઘણીવાર પૉઝિટિવ રિટર્ન આપ્યું હતું. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે ઇક્વિટીમાં ઘટાડો થાય છે, ત્યારે તમારી સોનાની ફાળવણીને ફરીથી ફાળવવી અથવા વધારવી એ એક સમજદાર પગલું હોઈ શકે છે.

જ્યારે સોનામાંથી મળતા લાંબાગાળાના રિટર્ન્સ ઇક્વિટી જેટલા ઊંચા ના હોઈ શકે, પરંતુ તે ખરેખર પોર્ટફોલિયોના રિસ્કને ઘટાડવામાં ખૂબ મદદ કરે છે અને તે આર્થિક અને ભૌગોલિક, રાજકીય અનિશ્ચિતતા દરમિયાન એક સુરક્ષિત એસેટ તરીકે સામે આવે છે. તે ફુગાવા સામે એક ઐતિહાસિક રક્ષક તરીકે કામ કરે છે જે આપણા રોકાણોની ખરીદ શક્તિને જાળવી રાખવામાં મદદ કરે છે અને તેની અંતર્ગત અછતને કારણે તેનું મૂલ્ય ક્યારેય ઓછું થતું નથી.

ફાળવણીની ગણતરી કરવા માટે શું સોનું તેના ભૌતિક સ્વરૂપમાં રોકાણ કોર્પસનો ભાગ હોવું જોઈએ?

ઘણી વ્યક્તિઓ પૂછે છે કે શું તેમણે તેમના ભૌતિક સોનાને તેમના રોકાણ તરીકે ગણવું જોઈએ અને તે મુજબ તેમની ફાળવણીની ગણતરી કરવી જોઈએ. જવાબ સરળ છે: તે સોનું રાખવા પાછળના ઉદ્દેશ્ય પર આધાર રાખે છે. જો તે લગ્ન અથવા વ્યક્તિગત શણગાર અથવા એક પેઢીથી બીજી પેઢીને આપવા જેવા કારણો માટે છે, તો આને રોકાણ ના કહેવાય અને તેને તમારા એસેટની ફાળવણીમાં શામેલ કરવું જોઈએ નહીં.

સોનામાં રોકાણ કરવા માટે તમારે કયો માર્ગ પસંદ કરવો જોઈએ?

 જે લોકો તેમના રોકાણમાં સોનું ઉમેરવા માંગતા હોય, તેમની પાસે એક્સપ્લોર કરવા માટે વિવિધ માર્ગ છે. તમે ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs), ગોલ્ડ ફંડ્સ અથવા સૉવ્રિન ગોલ્ડ બૉન્ડ્સને ધ્યાનમાં લઈ શકો છો.

તમારા ઉદ્દેશ્યોના આધારે યોગ્ય માર્ગ પસંદ કરવા માટે અહીં એક હૅક આપ્યો છે:

રોકાણનો પ્રકાર જ્યારે મુખ્ય ઉદ્દેશ્ય હોય રોકાણોના ફાયદા
સૉવ્રિન ગોલ્ડ બૉન્ડ્સ લાંબા સમયગાળા માટે, લમ્પ-સમમાં રોકાણ કરવું જો મેચ્યુરિટીની મુદત સુધી રાખવામાં આવે તો કૅપિટલ-ગેઇન ટેક્સમાંથી મુક્તિ સહિત, ટેક્સ લાભ મળે છે

રોકાણ કરેલી રકમ પર વ્યાજ કમાઓ

ગોલ્ડ ફંડ્સ સોનામાં SIP સેટ કરવો રોકાણકારોને સોનાના ભાવની હિલચાલના સમયની ઝંઝટ વિના નિયમિત સમયાંતરે નાની, વ્યવસ્થિત રકમમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે
ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) શૉર્ટથી મીડિયમ-ટર્મ ભાવની હિલચાલથી લાભ મેળવવો શૉર્ટથી મીડિયમ-ટર્મના સોનાના ભાવની હિલચાલમાં ઝડપથી વૃદ્ધિ પામતા વેપારીઓને ઝડપી રિટર્ન્સ મેળવવાનો સમય મળે છે અને રોકાણકારોને ડિપ્સમાં વધારો કરીને ડીમેટ સ્વરૂપમાં રોકાણમાં હોલ્ડ કરી રાખવાની તક મળે છે.

 

જેમને ટેન્જિબલ સોનું ગમે છે, તે જ્વેલર્સ અથવા બેંકો પાસેથી ભૌતિક સોનું લેવાનો વિચાર કરી શકે છે. ફક્ત તેના સંગ્રહ અને સુરક્ષાને ધ્યાનમાં રાખજો.

આ ધનતેરસે, જ્યારે તમે તમારા રોકાણમાં સોનું ઉમેરવાનો વિચાર કરી રહ્યાં છો, તો યાદ રાખજો કે જો તમે સોનાને સમજદારીપૂર્વક ફાળવો તો તે તમારા પોર્ટફોલિયોમાં એક મૂલ્યવાન સંપત્તિ બની શકે છે. તમારી નાણાકીય સફર અનોખી છે અને સોના સહિત વિવિધ એસેટ વર્ગો વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવું એ તમારા રોકાણના લક્ષ્યો હાંસલ કરવા તરફનું એક મુખ્ય પગલું છે.

  માત્ર સામાન્ય શૈક્ષણિક હેતુઓ માટે છે અને તેનું સલાહ તરીકે અર્થઘટન કરવું જોઈએ નહીં.

PhonePe વેલ્થ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ, SEBI રજિસ્ટ્રેશન. નં.: INZ000302639 સાથે NSE અને BSEના સભ્ય છે અને SEBI રજિસ્ટ્રેશન. નં.: IN-DP-696-2022 સાથે CDSL ડિપોઝિટરીના ડિપોઝિટરી સહભાગી છે, સંશોધન વિશ્લેષક – INH000013387 અને AMFI રજિસ્ટ્રેશન નં: ARN- 187821 સાથે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર છે. સભ્ય id: BSE – 6756 NSE 90226.

સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણ કરવું માર્કેટ રિક્સને આધીન છે, સંબંધિત તમામ દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.