Western Times News

Gujarati News

અહાન શેટ્ટી અને પૂજા હેગડે ‘સનકી’ની શરૂઆત કરશે

મુંબઈ, સુનિલ શેટ્ટીનો દીકરો પણ તેમના પગલે એક્શન સ્ટાર બનવા કમર કસી રહ્યો છે. અહાન શેટ્ટીની આગામી ફિલ્મ ‘સનકી’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં અહાન સાથે લીડ રોલમાં પૂજા હેગડે છે. ફિલ્મને ૬ જૂનથી ફ્લોર પર લઈ જવાનો પ્લાન છે.

નડિયાદવાલાએ એક્શન સીક્વન્સ માટે ઈન્ટરનેશનલ ડિઝાઈનર કેચા ખામ્ફાકડીને જવાબદારી સોંપી છે. મુંબઈથી શીડ્યુલની શરૂઆત થશે અને તેમાં મહત્ત્વના એક્શન સીક્વન્સ શૂટ થશે. ત્યારબાદ ફિલ્મની ટીમ ગોવા જશે. અહાન અને પૂજા પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે.

ફિલ્મમાં લવ સ્ટોરીની સાથે એક્શન અને થ્રિલરની જમાવટ જોવા મળશે. પૂજા અને અહાનની કેમેસ્ટ્રિ ઓડિયન્સને પસંદ આવે તો ફિલ્મને લાભ થઈ શકે છે. આ ફિલ્મને ૧૪ ફેબ્›આરી વેલેન્ટાઈન ડે પર રિલીઝ કરવાનો પ્લાન છે.

સાજિદ નડિયાદવાલા સનકી ઉપરાંત ‘હાઉસફુલ ૫’ની તૈયારી કરી રહ્યા છે. ૨૦૧૦માં હાઉસફુલની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી. તેમાં અક્ષય કુમાર, રીતેશ દેશમુખ, લારા દત્તા, દીપિકા પાદુકોણ, અર્જુન રામપાલ મહત્ત્વના રોલમાં હતા. ૨૦૧૨માં હાઉસફુલ ૨ રિલીઝ થઈ હતી અને અક્ષય કુમાર સિવાયની કાસ્ટ બદલી દેવાઈ હતી.

ભારતીય સિનેમાના ઈતિહાસમાં પહેલી વખત કોઈ ફિલ્મનો પાંચમો ભાગ બની રહ્યો છે. નડિયાદવાલાએ આ મલ્ટિસ્ટાર ફિલ્મ માટે તોતિંગ બજેટનું આયોજન કર્યું છે. આ સાથે તેઓ અહાન શેટ્ટી અને પૂજા હેગડેની ફિલ્મમાં પણ તેઓ કોઈ કચાશ રાખવા માગતા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.