અમદાવાદના 7 ઝોનના વિવિધ લોકેશનોની 6625 ક્લાકમાં સફાઈ કરવામાં આવી
અમદાવાદ શહેરમાં આવેલાં ઓવર બ્રીજ, બ્રીજ, ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ,રેલ્વે સ્ટેન્ડ અને મેટ્રો સ્ટેશનોનાં સફાઈ અભિયાન અન્વયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન
AMCના સ્વચ્છતા અભિયાનમાં 211.19 મેટ્રીક ટન કચરાનું કલેકશન અને તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારનાં ‘સ્વચ્છતા હી સેવા’ થીમ હેઠળ શરૂ કરવામાં આવેલ 60 દિવસનાં સફાઈ ઝુંબેશ કાર્યક્રમોનાં સ્વચ્છતાનાં અભિયાનમાં તારીખ પ્રમાણે આપવામાં આવેલ શિડ્યુલ પ્રમાણે તા. 06 ઓકટોબરથી 12 નવેમ્બર, 2023 દરમ્યાન શહેરમાં આવેલાં ઓવર બ્રીજ, બ્રીજ, ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ,રેલ્વે સ્ટેન્ડ અને મેટ્રો સ્ટેશનોની સફાઈ ઝુંબેશ અંતર્ગત 07નવેમ્બર, 2023 ના રોજ શહેરના 7 ઝોનના વિવિધ લોકેશનોની સફાઈ હાથ ધરવામાં આવેલ હતી.
શહેરના પૂર્વ ઝોનમાં ઓમકારેશ્વર મંદિર રોડ, વેદાંત સ્કૂલ, સબ ઝોનલ ઓફિસ, વીરાટનગર બ્રિજ પાસે, રાજેન્દ્ર પાર્ક બ્રિજની નીચેનો ભાગ, ઇંદોર હાઇવે બસ સ્ટેન્ડ, નિરાંત મેટ્રો સ્ટેશન, સી.ટી.એમ. બ્રીજ નીચે, વટવા જીઆઈડીસી જુનો બ્રિજ સહિતના વિસ્તારોમાં 762 કલાકનું શ્રમદાન કરી 4.6 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ST સ્ટેન્ડ ચાંદખેડા, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ ગામ, એ.એમ.ટી.એસ.બસ સ્ટેન્ડ, અખબારનગર બસ ડેપો, અખબારનગર અન્ડર પાસ, જુના વાડજ બસ સ્ટેશન, બસ સ્ટેન્ડ, નેહરૂબિજ, રાભિયા સર્કલ ભુદરપુરા, સરદાર બ્રીજ, આંબેડકર બ્રીજ, ચંદ્રનગર જેવા વિસ્તારોમાં 1893 કલાકનું શ્રમદાન કરી 106.73 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના ઉત્તર ઝોનમાં સૈજપુર-મેમ્કો બ્રિજની નીચે, હાઉસીંગ દેગામા EWS ક્વાટર, બદ્રિનારાયણ સોસાયટી પાસે, એસ.ટી.બસ સ્ટેન્ડ, ગાયત્રી મંદિર સામે, બાપુનગર, ચામુંડા બ્રિજ વગેરે વિસ્તારોમાં 206 કલાકનું શ્રમદાન કરી 0.63 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના દક્ષિણ ઝોનમાં આંબેડકર બ્રીજ ખોડીયારનગર, વૈકુઠધામ મંદીર બી.આર.ટી.એસ રોડ દાણીલીમડા, ઝગડીયા બ્રિજથી એલ.જી હોસ્પીટલ, રાજેન્દ્ર પાર્ક, ગુરુજી ત્રીજ, નારોલ બ્રીજ, નારોલ સર્કલ અને સદભાવના પોલીસ ચોકી પાસે 282 કલાકનું શ્રમદાન કરી 2.6 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના મધ્ય ઝોનમાં મેઘાણીનગર ઓવર બ્રીજ, ગિરધરનગર બ્રીજ, દધીચિ બ્રીજ, ઘીકાંટા મેટ્રો સ્ટેશન, એસ.ટી. ગીતા મંદિર, લાલ દરવાજા એ.એમ.ટી.એસ. વગેરે સ્થળોએ 86 કલાકનું શ્રમદાન કરી 0.63 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલા ઓવરબ્રીજ, શાયોના,ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન, સિલ્વર સ્ટાર રોડ, ચાણક્યપુરી બ્રીજ નીચે ઘાટલોડિયા, આંબલી રેલ્વે સ્ટેશન, ઈસ્કોન,આંબલી BRTS બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં 1040 કલાકનું શ્રમદાન કરી 15.5 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં AMTS બસસ્ટેન્ડ, જય અંબેની ગલીનાં પ્લોટમાં, જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશન, AMTS બસ સ્ટેન્ડ-સરખેજ વી.આઈ.પી., AMTS બસસ્ટેન્ડ-જુહાપુરા હાઇવે જેવા વિસ્તારોમાં 2356 કલાકનું શ્રમદાન કરી 80.5 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, મિશન મોડ પર વિવિધ લોકેશનો પરથી લીગસી વેસ્ટ દૂર કરી જગ્યાને સ્વચ્છ કરવાની સફાઈ ઝુંબેશ સ્થાનિક નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓની મદદ સાથે જરૂરી વાહનો, મશીનરીનો ઉપયોગ કરી હાથ ધરવામાં આવી હતી જેમાં પૂર્વ ઝોનમા કામદાર મેદાન, પશ્વિમ ઝોનમાં ભરવાડ વાસ AMC પ્લોટ લીગાસી વેસ્ટ પાયલ પાર્ટી પ્લોટ લીગલ વેસ્ટ, એમ.પી.ચાલી, ભગવાન નગર, રંગ સાગર રોડ લિગસી વેસ્ટ વાસણા, ઉત્તર ઝોનમાં આંગણવાડી ટેનામેન્ટ પાસે, વિજય મીલ નેળીયા રોડ ઇન્ડીયા કોલોની, દક્ષિણ પશ્વિમ ઝોનમાં મેટ્રો ટ્રેન વર્કશોપ સામેની જગ્યાઓ પરથી લીગસી વેસ્ટ દૂર કરી જગ્યાને સ્વચ્છ કરવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં કુલ 6625 ક્લાકનું શ્રમદાન કરી, 211.19 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો.