Western Times News

Gujarati News

મહિન્દ્રા ટ્રક અને બસ માટે અમદાવાદ અને સુરતમાં ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું

મહિન્દ્રા ટ્રક અને બસ માટે આ એક ઝળહળતી દિવાળી છે કારણ કે તે તેની વૃદ્ધિની ગતિ જાળવી રાખે છે અને ગુજરાતમાં બે નવી ડીલરશીપ ખોલે છે

નાણાંકીય વર્ષ 2023માં બિઝનેસ વોલ્યુમમાં 50%થી વધુની મજબૂત વાર્ષિક વૃદ્ધિ પછી, મહિન્દ્રાના ટ્રક અને બસ ડિવિઝને (એમટીબીડી) આજે ગુજરાતમાં ​​બે અત્યાધુનિક ડીલરશીપ, અમદાવાદમાં મેસર્સ શિવમણી મોટર્સ અને સુરતમાં મેસર્સ મહેશ્વરી લોજિસ્ટિક્સનો પ્રારંભ કર્યો હતો. Mahindra Truck and Bus, as it continues its growth momentum and opens two new dealerships in Gujarat

આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના બિઝનેસ હેડ-કોમર્શિયલ વ્હીકલ્સ શ્રી જલજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “એમટીબીડી ભારતીય સીવી માર્કેટમાં મજબૂત હાજરી ધરાવે છે, જેણે પહેલાંથી જ અસંખ્ય ક્ષેત્રો અને બજારોમાં નંબર 3નું સ્થાન મેળવ્યું છે. અમને વિશ્વાસ છે કે અમારા નેટવર્કમાં નવી ડીલરશીપનો ઉમેરો તેમજ સર્વિસ ગેરંટી અને બેસ્ટ-ઇન-ક્લાસ માઇલેજ સાથે નવી BLAZO X BS6 HCV અને FURIO BS6 ICV રેન્જ, અમારા ભાગીદારો, ગ્રાહકો અને સમગ્ર ઇકોસિસ્ટમને એક નવી જ ઊંચાઈએ લઈ જશે અને અમારી બજારની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. અમે આગળની તકો વિશે ઉત્સાહિત છીએ અને અમારા માનનીય ગ્રાહકોને નવીન અને કાર્યક્ષમ પરિવહન સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે આતુર છીએ.”

બજારો વિશે  શ્રી ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, “અમદાવાદ અને સુરત રાજ્યના ઉભરતા આર્થિક કેન્દ્રો છે, જે તેમને ભારે અને હળવા કોમર્શિયલ વાહનો માટે નોંધપાત્ર બજાર સંભાવના સાથે 3એસ સુવિધા માટે આદર્શ સ્થાન બનાવે છે. અમે ઉચ્ચ ગ્રાહક સેવા ધોરણો સ્થાપિત કરવા અને એમટીબીડી વ્યવસાયને વિસ્તૃત કરવા માટે M/s. શિવમણિ મોટર્સ અને M/s. મહેશ્વરી લોજિસ્ટિક્સ જેવા ખૂબ જ મજબૂત ડીલર પાર્ટનર દ્વારા આ માર્કેટને પહોંચી વળવા માટે ખૂબ આગળ સુધી જઈશું.”

ડીલરશીપના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, અમદાવાદના M/s. શિવમણિ મોટર્સના (Shivmani Motors Ahmedabad MD Gopal Sharma)  મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગોપાલ શર્માએ જણાવ્યું હતું કે, “અમારી નવી ડીલરશીપ અમને અમારા વ્યાપક ઉદ્યોગ જ્ઞાનનો લાભ ઉઠાવીને ગ્રાહક સેવાના તે જ ઉચ્ચ ધોરણો પહોંચાડવાની તક પૂરી પાડે છે જેના માટે અમે જાણીતા છીએ. અમે મહિન્દ્રા ટ્રક અને બસ સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છીએ અને સાથે મળીને અમે અમારા ગ્રાહકોને તેમના વ્યવસાયિક લક્ષ્યોને આગળ વધારવામાં મદદ કરવા માટે કામ કરીશું.”

ડીલરશીપના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, સુરતના M/s. મહેશ્વરી લોજિસ્ટિક્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશાલ મહેશ્વરીએ (Maheshwari Logistics, Surat Gujarat MD Vishal Maheshwari) જણાવ્યું હતું કે, “અમે આ પ્રદેશના ગ્રાહકો માટે મહિન્દ્રા ટ્રક અને બસ સાથે મળીને નવી ડીલરશીપનો પ્રારંભ કરીને ટ્રકિંગ ઉદ્યોગમાં નવા પ્રકરણનો ભાગ બનવા માટે ગૌરવ અનુભવીએ છીએ. આ ડીલરશીપ અમને અમારા વ્યાપક ઉદ્યોગ જ્ઞાનનો લાભ લઈને સમાન ઉચ્ચ ધોરણોને ફરીથી સ્થાપવાની તક પૂરી પાડે છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ દેખાવ કરવામાં મદદ કરવા સાથે મળીને કામ કરીશું.”

મહિન્દ્રા BLAZO X, FURIO, OPTIMO અને JAYO એ ભારતમાં એકમાત્ર સીવી ટ્રક રેન્જ છે જે શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા સહિત ડબલ સર્વિસ ગેરંટી આપે છે. એમટીબીડીએ તેની બ્રેકડાઉન સર્વિસ પર 48 કલાકમાં ટ્રકને રોડ પર કાર્યરત કરીને અપટાઇમની ખાતરી આપી છે, અન્યથા કંપની ગ્રાહકને પ્રતિ દિવસ રૂ. 1000 લેખે ચૂકવણી કરશે. વધુમાં, ડીલર વર્કશોપ ખાતે 36 કલાકમાં વ્હીકલના ટર્નઅરાઉન્ડની ગેરંટી છે અન્યથા કંપની દૈનિક રૂ. 3000 લેખે ચૂકવણી કરશે. સતત પ્રોડક્ટ નવીનતા અને ગ્રાહક કેન્દ્રિતતા એ એમડીબીડીના મૂળમાં છે જેણે આ ગેરંટી શક્ય બનાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.