ગોવા ખાતે 37મી નેશનલ ગેમ્સમાં મિનિગોલ્ફ રમતમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો
ગોવા ખાતે યોજાયેલી 37 મી નેશનલ ગેમ્સમાં ટીમ ઇવેન્ટમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મીરામાર બીચ ખાતે મિનિગોલ્ફ રમત યોજાઈ હતી. જેમાં સમગ્ર ભારતમાંથી ક્વોલિફાઈ થયેલ ટોપ 8 ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં ગુજરાતની ટીમ પણ હતી.
મિનિગોલ્ફ રમતમાં ટીમ ઇવેન્ટમાં દેવાંગ શાહ,પદ્મનાભસિંહ રાણા,અભિષેક પાટીલ અને વેદાંત ખાખડીયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું. વિજેતા ટીમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી આર.એસ.નિનામાએ અભિનંદન પાઠવ્યાં હતા.