ચોરી કરાયેલો ગરમ ડામર ઠંડો થવા માટે પોલીસે ૬ કલાક સુધી તપસ્યા કરી
ડામર પીપળિયાના ગોડાઉનમાં મોકલાતો હતો, ૪ લોકો પકડાયા, ર વોન્ટેડ
વડોદરા, IOCLમાંથી બહાર જતા ડામરને દશરથમાં ગેરકાયદેસર રીતે કાઢતા ૪ લોકોને પીસીબીએ ઝડપી પાડયા હતા. આરોપી જે વ્યક્તિઓને ડામર પહોચાડતા હતા તે ર વ્યક્તિઓને પણ વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
દરોડા પાડયા ત્યારે ડામર ગરમ હોવાને કારણે ડામર ઠંડો પાડવા માટે પીસીબીના જવાનોએ મોડી રાત સુધી ડામરના ટેન્કરોનો પહેરો ભર્યો હતો અને જયારે ડામર ઠંડો પડી ગયો ત્યારે તેઓ ત્યાંથી લઈ ગયા હતા.
સોમવારે પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેઓને બાતમી મળી હતી કે, નંદસરી ચોકડી હિરો હોન્ડા શો રૂમ પાછળ રહેતો જયદીપ ઉર્ફે સંજય અર્જુનસિંહ ગોહીલ ગુજરાત રીફાઈનરીમાંથી ડામરની ટેન્કરો ભરીને નીકળતા ડ્રાઈવરનો સંપર્ક કરીને ડામર ભરેલા ટેન્કરોને દશરથ ગામ પાસે આવેલા બ્રુશેલ્ઝ ઈન્ડસ્ટ્રરીથ પાર્કમાં શેડ નં. ૧૪૮ની બાજુમાં આવેલી અવાવરુ જગ્યાએ લઈ જઈને ખેતરમાં મુકેલા
લોખંડના બેરલોમાં ટેન્કરમાંથી જરૂરિયાત પ્રમાણે ડામર કાઢીને ગેરકાયદેસર રીતે ડામરની હેરાફેરી કરે છે અને આજે પણ ડામરની ચોરી કરી છે ડામર દુમાડ ખાતે સૌરભ બિલ્ડર્સને પહોંચાડવાનો હતો જાેકે તે પહેલા જયદીપને ત્યાં માલ ઉતારવા જવાનું હોવાથી તેણે ડામરના રપ૦૦ રૂપિયા ઓનલાઈન સાકીબને ચુકવ્યા હતા.