Western Times News

Gujarati News

ડોકટર હોસ્પિટલ જઈ જાતે જ ઈન્જેકશન લઈ આત્મહત્યા કરી

Files Photo

સુરતમાં તબીબનો હોસ્પિટલમાં જ ઈન્જેકશન લઈ આપઘાત

સુરત, સુરતના રાંદેર રોડના તાડવાડી વિસ્તારમાં જાણીતા તબીબ ડો. ઉદય પટેલે ભેદી સંજાેગોમાં આપઘાત કરી લીધો છે તેમણે તેમના ડાબા હાથની નસમાં જાતે જ ઈન્જેકશન લઈને મોતની સોડ તાણી લીધી હતી. અત્યંત શાંત અને મૃદુ સ્વભાવના ડોકટરે આવુ પગલું શા માટે ભર્યું તે અંગે અનેક ભેદભરમ સર્જાયા છે. પરિવારજનો અને તબીબી આલમને આંચકો લાગ્યો છે.

રાંદેર પોલીસના સુત્રોના કહેવા પ્રમાણે રાંદેર રોડ ઉપર અડાજણ પાટિયા ખાતે આવેલી પટેલનગર સોસાયટીમાં રહેતા ઉદયભાઈ કાંતિલાલ પટેલ (ઉ.વ.પ૪) એ મંગળવારે રાત્રે રાંદેર તાડવાડી ખાતે આવેલી તેમની પટેલ હોસ્પિટલની અંદર જાતે જ એક હાથમાં કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. હોસ્પિટલની અંદર જ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. સ્ટાફે જાણ કરતાં પરિવારજનો તેમને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવની તપાસ કરી રહેલા રાંદેર પોલીસ મથકના પીએસઆઈ એમ.ડી. હડિયાએ જણાવ્યું હતું કે, ઉદયભાઈ ફિઝિશ્યન હતા. તાડવાડીમાં તેમની પટેલ નામની હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલની અંદર જ તેમણે જાતે જ પોતાના ડાબા હાથમાં ઈન્જેકશન મારી આપઘાત કર્યો હતો. તેમના આપઘાતના સ્થળ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ કે અન્ય કોઈ ચીજ મળી નથી એટલે આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહ્યાં છીએ.

તેમના પરિચિત વર્તુળો કહે છે કે, મરનાર ડો. ઉદય પટેલના સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકા ખાતે તબીબ તરીકે અભ્યાસ કરે છે તેઓ અહીં તેમના માતા પિતા અને પત્ની સાથે રહેતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.